જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ, સમર્થકો દ્વારા આવતીકાલે ભાઈના જન્મ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ: ચોમેર ખુશીની લહેર

શંખનાદ કાર્યાલય
સિહોર ભાવનગર ગ્રામ્ય મત વિસ્તારમાં સતત ૫ ટર્મથી ચૂંટણીમાં વિજયી બની પોતાની લાગણીઓનું વર્ચસ્વ જમાવ્યું છે તેવા લોકલાડીલા નેતા પરસોતમભાઈ સોલંકીનો આવતીકાલે જન્મદિવસ છે. પોતાના મતવિસ્તાર સાથે કોળી સમાજમાં એક મોટું નામ ધરાવે છે. પરષોત્તમભાઈ આવે એટલે જેમ માનવ મેળો ભરાયો હોય, તેમ લોકો તેમને જોવા ભેગા થઈ જાય.તેમને જોવા માટે લોકો બેઠયા હોય ત્યાંથી ઉભા થઈ જોયા કરે, તેમની સાથે ફોટો પડાવવો એક લ્હાવો ગણાય અને એ ફોટોની કલર કોપી કઢાવી પાછો પોતાના ઘરમાં, ગેસ્ટરૂમ, ઓફીસ અને પાન ના ગલ્લા ઉપર મઢાવીને રાખવાની ફેશન થઈ છે.

ભાઈ નું આગમન થાય અને કોઈ સભા કરવાની હોય ત્યાં તેમના નામ થી લોકો મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જાય,કોળી સમાજની એકતા બની રહે તે માટે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત કોળી સેના ની સ્થાપના કરવામાં આવી હતી કોળી સમાજ નું સૌથી પહેલું ગુજરાત નું સંગઠન બન્યું હતું કોળી સમાજે તેમને “હૃદયસમ્રાટ” ઉપનામ આપ્યું.‌૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી માં થી ધારાસભ્ય ની ચૂંટણી લડ્યા, પ્રથમ વાર ધારાસભ્ય બનતા ની સાથે જ ગુજરાત રાજ્ય ના મંત્રી મંડળ માં સમાવેશ થયો.જયારે પ્રથમ વાર મંત્રી બન્યા ત્યારે ગુજરાત રાજય ના લોકો તેમને શુભકામના આપવા પહોંચ્યા હતા તેવી જ લોકચાહના આજે પણ અવિતર ચાલી આવે છે.

સતત ૫ ટર્મ થી ભાવનગર ૧૦૩ ગ્રામ્ય મત વિસ્તાર ના ધારાસભ્ય છે. હાલ ગુજરાત રાજ્યના મંત્રી તરીકે સૌથી વધારે મંત્રીપદે રહેનાર એક માત્ર મંત્રી છે.લોકોના કામ અને તેમને પડતી સમસ્યાઓમાં તેઓ હરહંમેશ આગળ આવીને તેમની સમસ્યાઓનું સમાધાન કરી આપતા. આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે રવિ બારૈયા સહિતના યુવા વર્ગે પરસોત્તમભાઈના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here