કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, નૌશાદ કુરેશી અને હાર્દિકભાઈ પાત્રા વાળાએ તંત્રને રજુઆત કરી કહ્યું..કઈક યોગ્ય કરો વાહન ચાલકોની હાલત કફોડી બની છે..હવે ઘરમાં ખાવા ધાન નથી

દેવરાજ બુધેલીયા
લોકડાઉન એટલે ખુદને ખૂદના ઘરમાં કેદ કરી કરી તાડું મારી દેવું હાલ કોરોના સામે લડવા માત્ર આ એક જ રસ્તો બચ્યો છે લોકો પણ લોકડાઉનમાં સરકારની પડખે ખંભે ખંભો મિલાવી સમર્થન કરી રહ્યા છે પરંતુ આ માહોલમાં કેટલાક એવા લોકો જે સરકારના નિર્ણય તેમના માટે એક પડકાર બની ચુક્યો છે કોરોના મહામારી ના લીધે લગભગ બે મહિના થી વધુ સમયથી લોકડાઉન ચાલી રહયુ છે અને દરેક પ્રકારના ધંધા બંધ છે પણ હવે સરકાર દ્વારા થોડી ઘણી છુટછાટ આપવામાં આવી રહી છે અને જનજીવન પણ પૂર્વરત થઇ રહયુ છે ત્યારે સિહોર ભાવનગર વચ્ચે ચાલતા લગભગ ૩૫૦ થી વધુ ખાનગી નાના વાહનો મેઝીક,મીનીડોર વગેરે સખત બંધ છે.

જેના હીસાબે અત્યંત ગરીબ ડ્રાઇવર વર્ગ અને તેમનો પરિવાર સતત મુશ્કેલીઓ મા મુકાઇ ચુક્યો છે તેમનુ ગુજરાન કેવી રીતે ચાલતુ હશે ની કલ્પના કરતા પણ આપણુ મન થરથરી ઉઠે છે ત્યારે તેમનુ શુ થતું હશે તેમની પીડા ને લઇને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ નૌશાદભાઇ કુરેશી અને હાદિઁકભાઇ પાત્રાવાળાએ આજે સિહોર તંત્રને અરજી કરી રૂબરૂ મળી રજુઆત કરીને સામાન્ય જીવન પાટા ઉપર ચડી રહયુ છે ત્યારે તેમને પણ આ નાના ખાનગી વાહનો ની એટલી જ જરૂરિયાત ઉભી થઇ રહી છે.

નાના વાહનચાલકોની પીડા પણ વર્ણન કરી રજુઆત કરવામાં આવી હતી બીજી બાજુ રીક્ષા ચાલકોની જેમની તો રોજી ગણો કે, પરિવારનું ભારણ ગણો બધું જ રીક્ષા પર નિર્ભર છે. પરંતુ લોકડાઉને તેમની હાલત કફોડી કરી નાખી છે. ઘરમાં ખાવા અન્નનો દાણો પણ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે રિક્ષાચાલકોને પરિવારનું બે ટંકનું ખાવાનું કઈ રીતે પૂરું કરવું તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here