ખેડૂતોનું ડિજિટલ આંદોલન: સિહોર સહિત જિલ્લાભરમાં ખેડૂત ડિજિટલ આંદોલનમાં ૧૨૪૮ લોકો જોડાયા, ખેડૂત આગેવાનનો દાવો

જિલ્લાના ખેડૂત આગેવાન દશરથસિંહે કહ્યું અમારી ત્રણ માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે, આજે ડિજિટલ આંદોલનમાં સિહોર ઉમરાળા તળાજા વલ્લભપુર સહિત જિલ્લાભરના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા છે

દેવરાજ બુધેલીયા
કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે.પાકવિમા ઉપરાંત દેવા માફી અને પાલભાઈ આંબલીયાના ન્યાય મળે જેને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યુ છે.ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજીટલ આંદોલન થયું છે સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરી છે ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરીને પોતાની ત્રણ મુખ્ય માંગણીઓની માંગ ખેડૂતોએ કરી છે સમગ્ર રાજ્યની સાથે સિહોર સાથે જિલ્લામાં પણ ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા હતા ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે.

લોકડાઉનને લઇને વધુ લોકો એકઠાં થાય નહીં તે માટે ખેડૂતોએ અનોખી રીતે આંદોલન કરવા નક્કી કર્યુ હતું ખેડૂત આગેવાન પાલ આંબલિયાનુ કહેવુ છેકે, હાલમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી.ખાતર,પાણી,વિજળીનો પ્રશ્ન સતાવી રહ્યો છે.જો ખેડૂતોના પ્રશ્નની વાત કરો તો, સરકાર ખોટા પોલીસ કેસ કરીને હેરાન કરે છે. ખેડૂતોની મુખ્ય માંગણી એછેકે,ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને સો ટકા પાક વિમો આપવામાં આવે. આ માંગ સાથે આજે રવિવારે રાજ્યભરના ખેડૂતો ડિજીટલ આંદોલન કર્યું હતું ડીજીટલ આંદોલનના માધ્યમથી ખેડૂતો વોટ્સએપ,ફેસબુક,ઇન્ટાગ્રામ,ટ્વિટર અને અન્ય સોશિયલ સાઇટ્સ પર પોતાની માંગણીના સંદર્ભમાં વિડીયો બનાવી અપલોડ કર્યા હતા.

જ્યારે જિલ્લાના ખેડૂત આગેવાન દશરથસિંહે કહ્યું હતું કે અમારી ત્રણ માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે, આજે ડિજિટલ આંદોલનમાં સિહોર ઉમરાળા તળાજા વલ્લભપુર સહિત જિલ્લાભરના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં ૧૨૪૮ જેટલા ખેડૂતો જોડાયા હતા ત્યારે રાજ્યમાં પહેલીવાર ખેડૂતોએ સરકાર સામે લડત લડવા સોશિયલ મિડીયાના હથિયારનો ઉપયોગ કર્યો છે અને ડીજીટલ આંદોલનનો સહારો લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here