અનેક જગ્યાઓએ પવન સાથે વૃક્ષો થયાં ધરાશાયી, સિહોરમાં ભારે પવન સાથે ડમરી ઉડી ભાવનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થતા વાહનો નીચે દબાયા

દેવરાજ બુધેલીયા
ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને લઇને રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોર સાથે જિલ્લા અને ખાસ કરીને ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યું છે. શહેરમાં ભારે પવનના કારણે જુદા-જુદા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાં છે. આમ વાવાઝોડાં અસરના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સિહોરમાં સવારના સમયે ભારે ગરમી અને બફારા બાદ એકાએક વાદળો છવાતા ભારે પવન ફૂંકાયો હતો અને માહોલ ચોમાસા જેવો છવાયો હતો.

જ્યારે ભાવનગરમાં આજે સવારે ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થતા વીજળીના કડાકા-ભડાકામાથી લોકો ગભરાયા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં વરસાદ સાથે જ વીજળી ગુલ થઇ ગઇ હતી. સવારે ૧૧ વાગ્યે આસપાસ અચાનક ભારે પવન કુંકાવા લાગ્યો હતો અને વીજળીના અકીલા કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને સમગ્ર શહેરમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે.

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી તો ફેલાઇ છે પરંતુ મીની વાવાઝોડાને કારણે ડર પણ અનભુવાતો હતો શહેરનાં કાળીયાબીડ, ગઢેચી વડલા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયીના બનાવો બનતા ફાયરબ્રિગેડના સ્ટાફે બનાવ સ્થળે દોડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી જોકે સિહોરમાં અનેક સ્થળે સાઇન બોર્ડ અને પતરા ઉડયા હતા. ધુળની ડમરીઓ ઉડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here