વાવણી લાયક વરસાદથી જીલ્લાના ખેડૂતો ખુશખુશાલ, છેલ્લા ૬ દિવસથી વરસી રહ્યો છે દરરોજ વરસાદ, ખેડૂતો હળ સાથે બળદો જોડી વાવણી માં જોતરાયા.

જીલ્લામાં કપાસ અને મગફળી નું વાવેતર કરી રહ્યા છે ખેડૂતો, અત્યારસુધીમાં ૩૦૦૦ હેકટરમાં કપાસ અને ૮૦૦ હેક્ટર માં મગફળી નું વાવેતર થઇ ચુક્યું છે.

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સાથે જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે સિહોર સાથે જીલ્લાના ઘોઘા,મહુવા,વલ્લભીપુર, જેસર સહિતના મથકો પર વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ૩ જી જુન બાદ સતત વરસી રહેલા વરસાદના કારણે આ વર્ષે આગતર વાવણી શક્ય બની છે. જેને લઈને ખેડૂતો પારંપરિક રીતે પોતાના બળદો ને હળ સાથે જોડી વાવણી કાર્યમાં જોડાયા છે. છેલ્લા ૬ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે રાજ્યમાં ૧૫ જુન આજુબાજુ ચોમાસુ સક્રિય થતું હોય છે. પરંતુ નિસર્ગ વાવાઝોડાને પગલે ૩ જુન થી ભાવનગર શહેર અને જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં સિહોર સાથે ભાવનગર શહેર, અને ગ્રામ્ય, તળાજા, મહુવા, વલ્લભીપુર, જેસર, પાલીતાણા પંથકમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોય જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. એટલેકે જીલ્લાના લગભગ મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદના કારણે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. એક કહેવત મુજબ જેની શરૂઆત સારી તેની અંત પણ સારો ની જેમ આ વરસે જે પ્રકારે ચોમાસાની વહેલી અને સારી શરૂઆત થઇ છે.

તેના પરથી ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે કે આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેશે અને સમયસર વરસાદ પણ વરસશે. સારા વરસાદના પગલે ભાવનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે .૨૧ મી સદીના યુગમાં અનેક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ખેતી અને વાવણી કરે છે ત્યારે અનેક ખેડૂતો હજુ પણ પોતાના વડીલો ની પરંપરાગત ખેતી પધ્ધતિ ને જાળવી રાખી હળ સાથે બળદો જોડી અને વાવણી કરે છે. બળદ દ્વારા વાવણી નો એક ફાયદો પણ છે કે વરસાદ વરસી ગયા બાદ ના ૧ કલાકમાં ફરી બળદો દ્વારા વાવણી કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here