સિહોર સહિત જિલ્લામાં કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકશાન, ખેતી પાયમાલ

ગત સાંજે કમોસમી વરસાદે ખેતીમાં તારાજી સર્જી દીધી, ખેતરોમાં ઉભા રવિ પાક ને માવઠા થી ભારે નુકશાન, ભારે પવન સાથે વરસાદ ના કારણે ઉભો પાક ઢળી ગયો.

સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ, ખેડૂતોએ લીધેલો પાક વીમો વહેલી તકે આપવા ખેડૂતો ની માંગ.

સલીમ બરફવાળા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈફેક્ટને લઇ સિહોર સહિત જિલ્લા અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી ત્રાટક્યો હતો. જેમાં ગઈકાલે સાંજે સિહિર શહેર અને જીલ્લાના અનેક મથકો પર ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખેતરોમાં લહેરાતા શિયાળુ પાક પર પવન સાથેના કમોસમી વરસાદનો કહેર ફરી વળ્યો હતો અને ઉભા પાકનો સોથ વાળી નાખ્યો હતો. જેને લઇ હાલ ખેડૂતો કુદરતના કહેર સામે સરકારની મહેર ની માંગ કરી રહ્યા છે.

સિહોર શહેર અને જીલ્લાના અનેક વિસ્તારોમાં ગત સાંજે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ખેડૂતો એ પોતાના ખેતરોમાં ઘઉં, જુવાર, જીરું જેવા અનેક શિયાળુ પાકનું ઉત્પાદન કર્યું હતું. હાલ આ પાક લણવા ની તૈયારી પર આવી ગયો હોય ત્યારે એકાએક ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ફરી આર્થિક ફટકો આપ્યો છે.

ચોમાસામાં પણ અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા માહોલમાં પુરતો પાક લઇ ના શકનાર ખેડૂતો શિયાળુ પાક પર મોટી આશા રાખી ને બેઠા હતા ત્યારે ફરી કુદરતી આફત સમાન માવઠા એ ખેડૂતો ની આશા પણ પાણી ફેરવી દીધું છે. જેથી ખેડૂતો સરકાર પાસે સહાય ની માંગ કરી રહ્યા છે તો સાથે સાથે તેઓ દ્વારા જે પાકવીમો લેવામાં આવ્યો છે તે પણ વહેલી ચૂકવી દેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

વિવિધ કુદરતી આફતો થી ખેતી પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય બની શકે છે. જયારે સરકારી સહાય આ ખેડૂતો માટે સંજીવની પણ બની શકે છે. ત્યારે કુદરત ના કહેર સામે સરકારની મહેર ક્યારે મળે છે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here