ભૂકંપના આંચકા બાદ શંખનાદ કાર્યાલય ખાતે ૮/૧૫ આજુબાજુ ફોનની ઘંટડીઓ રણકી, લોકો પૂછતાં કરવા લાગ્યા, કોરોના વચ્ચે ભૂકંપ લોકોના ચિંતા

સલીમ બરફવાળા
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૪૦ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોર ભાવનગર સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમા ભુકંપનો આંચકો અનુભવાયો છે જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ અંગેની માહિતી શંખનાદ સંચાલક મિલન કુવાડિયાએ આપી હતી અને જણાવ્યું હતું સિહોર ભાવનગર સહિત રાજ્યના મોટભાગના વિસ્તારોમાં ૮/૧૩ મિનિટે ભુકંપનો આંચકો અનુભવાયો છે કુવાડિયાએ કહ્યું હતું જે એક તરફ કોરોનાની મહામારીનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે ભુકંપ આંચકાએ લોકોને ભયભીત કરી દીધા છે.

કુવાડિયાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે સિહોર ભાવનગર સાથે રાજ્યના જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા.જ્યારે ગઢડા બોટાદ અને સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું હોવાનું કુવાડિયાએ જણાવ્યું હતું અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારત તેમજ લો રાઇઝ ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા. ફ્લેટમાં સૌથી ઉપરના માળે રહેતા લોકોને વધુ અનુભવ થયો છે. ભૂકંપના આંચકા બાદ શંખનાદ કાર્યાલય ખાતે પણ ફોનની ઘંડતીઓ રણકી હતી અને પૂછતાં કરવા લાગ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here