પાટીલના હાથમાં ભાજપનો પાવર, પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ ટૂંકમાં જ સ્થાનિકથી લઈ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર થશે

મિલન કુવાડિયા
ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન મહારાષ્ટ્રીયન નેતાના હાથમાં સોપીને ભાજપના નેતાઓને ચોકાવ્યાં છે. પ્રદેશ પ્રમુખપદે સી.આર.પાટીલની નિયુક્તિ કર્યા બાદ ટૂંકમાં જ સ્થાનિકથી લઈ પ્રદેશનું ય માળખું રચાશે. અત્યાર સુધી ગોરધન ઝડફિયા , શંકર ચૌધરી, મનસુખ માંડવિયા સહિતના નામો પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાઇ રહ્યા હતાં પણ ગઈકાલે અચાનક જ નવસારીના સાંસદ સી.આર.પાટીલનું નામ નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઘોષિત થતાં ખુદ ભાજપના નેતાઓ પણ અચંબામાં મૂકાયા હતાં.

સૂત્રોના મતે,હવે ભાજપ હાઇકમાન્ડે જયારે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી દીધી છે ત્યારે પેટાચૂંટણી પહેલાં જ ભાજપનું સ્થાનિક થી લઈ પ્રદેશ સુધીનું માળખુ પણ રચાઇ જશે તેવી સંભાવના છે.જોકે, આ વખતે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થઇ શકે છે અને કેટલાંય સ્થાનિક લેવલે દિગ્ગજ ગણાતાં નેતાઓના પત્તા કપાઇ શકે છે. નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે પણ બધાયને સાથે લઇને સંગઠનની રચના કરવી એ પડકારરૂપ બન્યુ છે.

બિનગુજરાતી પ્રદેશ પ્રમુખ પાટીલ માટે પણ પેટાચૂંટણી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવીએ પડકાર છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની વોટબેંક મજબૂત કરવી અને પાટીદાર મતદારોને એકજૂથ રાખવા એ પણ એક પડકાર બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here