ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં, સ્કૂલો ન ખુલે ત્યાં સુધી ફી નહીં ઉઘરાવી શકે તેવા સરકારના ઠરાવના વિરોધ મુદ્દે ખાનગી શાળા સંચાલકોનું આકરું વલણ, જિલ્લાની ૩૨૫ થી વધુ શાળાઓને તાળા લાગી જશે

મિલન કુવાડિયા.. ઓન ધ સ્પોટ રાત્રીના ૮..૩૦ કલાકે
કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેને લઈ સિહોર સાથે સમગ્ર જિલ્લામાં આવતીકાલથી ઓન લાઈન શિક્ષણ અચોક્કસ મુદત માટે બંધ કરી સ્કૂલો કચેરીઓને તાળા મારી દેવા મંડળ દ્વારા નિર્ણય લેવાયો છે રાજ્યના ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે બેઠક મળી હતી અને તેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે સિહોર સહિત સમગ્ર જિલ્લાનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે.

અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નિર્ણય મંડળ દ્વારા લેવાયો છે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ વિપરીત પરિસ્થિતિમાં પણ ખૂબ અસરકારક કે શૈક્ષણિક કાર્ય કરી રહી છે ત્યારે સંપૂર્ણ ફી ન લેવી તે પ્રકારનો આદેશ એ શિક્ષણને માઠી અસર કરતો અને શાળાઓના કેટલાય શિક્ષકો , કર્મચારીઓ પટાવાળાઓ , વાહન ડ્રાઇવર જેવા અનેક કર્મચારીઓની રોજી રોટી ઉપર ખતરો ઊભો થઈ જાય તે પ્રકારનો પરિપત્ર છે.

આ વિપરીત પરિસ્થિતિમાં શાળાઓએ નવા વર્ષમાં ફી વધારો ન કરવા , આર્થિક રીતે નબળા વાલીઓની ફીમાં હપ્તાઓ કરી આપવા અથવા આર્થિક નબળા હોય તેને ફી માફી કરી આપવાની પણ શિક્ષણમંત્રી ને ખાત્રી આપી હોવા છતાં આ પરિપત્ર લાંબુ વિચાર્યા વગરનો અને ગુજરાત ના શિક્ષણને નુકશાન કરતો પરિપત્ર છે.ત્યારે મંડળ દ્વારા આ પરિપત્રનો સખત વિરોધ કર્યો છે અને અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે લડતનો માર્ગ અપનાવવાનો અને આ પરિપત્રને કોર્ટમાં પડકારવાનો પણ મહામંડળ દ્વારા તૈયારી કરવામાં આવી છે ત્યારે મામલો ખૂબ પેચીદો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here