ખુલ્લો પત્ર

શ્રી ગૌરાંગ મકવાણા ભાવનગર તંત્ર કોરોના પોઝીટીવ દર્દી તેમજ મૃતકોના આંકડાઓની માયાજાળ રચી રહ્યું હોવાની બુમ ઉઠી છે

માનનીય જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તમારી કુશળતા અને ભાવનગરની સ્થિતિ ફરી થાળે પડે તેવી અપેક્ષા સાથે કોરોનાની સ્થિતિ વચ્ચે તમારા સહિત સમગ્ર જિલ્લા અને તાલુકાના સ્થાનિક અધિકારીઓ અને નાનામાં નાનો કર્મચારી પણ પોતાના કોરોનામાં જીવ જોખમમાં મુકી ભાવનગરને બચાવવા માટે કામ કરી રહ્યા છે. જેના માટે તમને અને તમારા સાથીઓને અભિનંદનને પાત્ર છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસોની આંકડાની માયાજાળમાં જે સ્થિતિ ઉભી થઇ છે તે જોતા લાગે છે કે અખબારોમાં નજર કરીને તમારી સવારની ચા ખરાબ થતી હશે વિશ્વભરને લાચાર કરી નાંખનારો કોરોના ભાવનગર શહેર અને જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે.

દિનપ્રતિદિન કોરોનાની ભયાનકતાના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે તમારું પ્રશાસન તંત્ર આંકડાની માયાજાળ રચીને પોતાની બિન જરૂરી આવડતનો પ્રચાર કરી રહ્યું છે ભાવનગર અને જિલ્લા મૃત દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને કોરોનાનું વધુ બિહામણું ચિત્ર ભાવનગર જિલ્લાના સ્મશાનગૃહોમાં જોવા મળી રહે છે અંતિમ સંસ્કાર માટે મૃતકોના નામ વેઇટીંગ માં હોઈ છે આ હદે સ્થિતિ આવીને ઉભી છે છતાં બધું જ બરોબર છે તેવું ચિત્ર ઉભું કરીને તંત્ર પ્રજાની આંખમાં ધૂળ નાખીને આંકડાઓ છુપાવી રહ્યું છે આપનું તંત્ર જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યું છે તેવી લોકોમાંથી પણ બૂમ ઉઠી છે અને અખબારોમાં પણ આંકડાઓ અને મૃત્યુ સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પ્રજાના મુખે તાળા મારવા મુશ્કેલ છે ત્યારે અહીં સવાલએ છે.

તમારા તંત્રના ગોટાળાઓ “દી” ઉગેને અખબારોમાં ચમકે છે કાતો તમારું તંત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે અને કાતો અખબારો લોકોને ગેરમાર્ગે દોરે છે લોકડાઉન સમયે તમારા પોલીસ તંત્રએ એક સામાન્ય પરપ્રાંતિઓ વતન જવાના માત્ર વોટ્સએપ મેસેજમાં મોટો મીર માર્યો હોઈ તેમ મારા પર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એક વાત અહીં સ્પષ્ટ કરી દવ કે મારા હૈયે પ્રજાનું હીત સમાયેલું છે ત્યારે લોકડાઉન સમયે પ્રવાસી શ્રમિકોની વતન પરત ફરવાની ઘટમાળ મોતના કૂવા જેવી જોખમી સાબિત થઈ રહી હતી ભૂખ્યા-તરસ્યા શ્રમિકો પોટલી અને બાળકોનું વજન ઉઠાવીને તડકામાં તીર્થસ્થાન વિનાની યાત્રા કરી રહ્યા હતા એમનું વતન જ એમની જાત્રાનું લક્ષ્ય હતું આ સ્થિતિ આઝાદીના સમયમાં હિજરત વખતે જોવા મળતી હતી ને હમણાં ના લોકડાઉન સમયે જોવા મળી આ શ્રમિકો પાસે ટ્રેન કે બસનું ભાડું ચૂકવવાના પૈસા નહોતા એ સમયે મેં માત્ર વોટ્સઅપ ના માધ્યમથી મેં એવું જ લખ્યું હતું કે જે લોકોને વતન જવું હોય તેવો પોતાના નામ પોતાની મિલો માં લખાવી દે, ના મારો ઉદ્દેશ મજૂરો ને ભડકવા નો હતો

..કે ના તો કોઈ ભીડ ભેગી થાય તેવો હતો..કે ના કોઈને ગેરમાર્ગે દોરવાનો હતો..માત્ર તંત્ર ને સહયોગ આપવાનો ઉદ્દેશ હતો તેમ છતાં તમારા તંત્ર દ્વારા કોઈની કાનભંભેરણીમાં આવી મેસેજ શુ છે જોયા વગર સીધા ઉપર લેવલથી મારા પર કેસ કરવાના આદેશ થયા.. જે મેસેજ મેં લખ્યો હતો તેમની કોપી પણ તમને જાણ માટે મોકલું છું જેથી આપને ખ્યાલ આવે કે મારા દ્વારા કોઈ ખોટી માહિતી શેર નહોતી કરાય. તેમ છતાં આ તમામ સ્થિતિઓ વચ્ચે અમે સતત એમની સેવા કરવામાં પ્રયત્નશીલ રહ્યા ખેર આ સાચો સમય મને લાગ્યો કે આપનું ધ્યાન દોરવું જોઈએ ત્યારે હાલના આપનું તંત્ર અત્યારે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે એવા સમાચારો સમાચાર પત્ર માં પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે એક સવાલ સ્વાભાવિક થાય જ્યારે મારા સિહોર માં કોરોના ના લીધે જે પણ મોત થયા છે એ તમારા ને તમારા તંત્ર દ્વારા જાહેર નથી કરાયા એવું સ્પષ્ટ દેખાય છે કેમ કે એમના સ્વજનો ના કોન્ટેક્ટ માં હું છું

ને ભાવનગર માં પણ ઘણા ના મોત થયા છે જેવોને જાહેર નથી કરાયા તેવોના સંપર્ક માં પણ હું છું કદાચ તમે એવુ કેશો કે ક્રમશ અમે જાહેર કરી રહ્યા છીએ તો એ પણ શક્ય નથી કેમ કે અમુક મોત ને ૫ દિવસથી પણ વધુ થયા છે મારા ખ્યાલ મુજબ આવા સમયે લોકો ને જાણકારી માટે કોરોના પોઝીટીવ દર્દીના નામ સરનામાં જલ્દી થી જલ્દી દરરોજ અપડેટ કરવા જોઈએ જેથી લોકોને ખબર પડે કે તેવો તેવોના સંપર્ક માં આવ્યા હતા કે નહીં ને સમયસર પોતાનો ઈલાજ કરાવી શકે આ પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવાનો પ્રયત્ન છે

જ્યારે આપના તંત્ર માં પ્રામાણિક પદ્ધતિથી ડોકટરો-અધિકારીઓ-પોલીસગણ તથા પત્રકારો આ તમામ લોકો પોતાનો જીવ જોખમ માં મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે એમને બિરદાવવા ઘટે તો આપના પાસે પણ ભાવનગર જિલ્લાની જનતા ને ઘણી અપેક્ષાઓ છે જ્યારે આપ પ્રજાવત્સલ ન્યાય પ્રિય દિવંગત મહારાજા કૃષ્ણકુમારજી ની ધરતી ઉપરથી ભાવનગર નું સંચાલન કરી રહ્યા છો ત્યારે મારો આ પત્ર ભાવનગરની જનતા ની લાગણી સમજજો.
આભાર..
મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here