સિહોર, પાલિતાણા સહિત તાલુકાઓ કોરાધાકોડ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર શહેરમાં ફરી આભેથી મોંઘેરો મેઘો મનમુકીને આવ્યો હતો. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસી જતાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ હાજરી પુરાવી છે સાથે સિહોર, પાલિતાણા સહિત અન્ય વિસ્તારો કોરાધાકોડ રહ્યા છે ભાવનગરમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે મેઘરાજા જાણે ધૂંઆધાર ઈનિંગ ખેલવા આવ્યા હોય તેમ વરસાદી માહોલ બંધાયા બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ વરસવાનું શરૃ થયું હતું. વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here