ચોમાસુ : સિહોર સાથે જિલ્લાભરમાં વરસાદી માહોલ, ગાજવીજ સાથે ભાવનગર ૨ મહુવામાં ૨

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર અને મહુવામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સાંજના છ કલાક સુધીના આવેલા આંકડાઓ મુજબ સિહોરમાં ૧૧મીમી સાથે ભાવનગરમાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત થયેલા નગરજનો ખુશખુશાલ થયા છે. ભારે વરસાદ વરસતો હોય લોકો બાઈક અને સ્કૂટર લઈને ન્હાવા નીકળી ગયા હતા. બાળકો પણ વરસાદની મોજ માણી હતી. ધોધમાર વરસાદથી રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે ચિત્રા વિસ્તારમાં આવેલી અમુક વસાહતમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે ત્યારે જિલ્લાના ગારીયાધાર જેસર અને પાલીતાણા વિસ્તાર કોરાધાકોડ રહ્યા હતા

બોક્સ..

જિલ્લામાં સાંજના ૬ વાગ્યા સુધીનો વરસાદ (MMમાં)
સિહોરમાં- 11
ભાવનગરમા- 51
મહુવા- 50
વલ્લભીપુર- 17
ઉમરાળા – 17
તળાજા- 05
ઘોઘા- 03

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here