સિહોર પર મેઘરાજા મહેરબાન, ગત રાત્રીના સિહોર સાથે ભાવનગર અને પાંચ તાલુકામાં વરસાદની ધમાકેદાર ઇનિંગ

દેવરાજ બુધેલીયા
વરસાદની અછત અનુભવતા સિહોર તાલુકામાં ગઇકાલે મેઘરાજાએ મહેર કરી હતી અને ૩૯ મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ઉમરાળા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર ચાલું રહી હતી અને ૩૦ મીમી વરસાદ પડો હતો યારે ઘોઘામાં ૨૦ મીમી (પોણો ઈંચ કરતા) વધુ અને વલ્લભીપુરમાં ૧૮ મીમી એટલે કે, અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડો હતો. પાલિતાણામાં ૭ મીમી અને ગારિયાધારમાં ૧ મીમી તેમજ જેસર, તળાજા, મહત્પવામાં ગઇકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. આમ, મોસમનો કુલ વરસાદ ભાવનગરમાં ૭૫૫ મીમી ૧૦૯.૫૧ ટકા, સિહોરમાં ૩૩૩ મીમી ૫૩.૫૭ ટકા, ઉમરાળામાં ૪૯૪ મીમી (૯૦.૪૩ ટકા), ઘોઘામાં ૩૮૩ મીમી ૬૨.૪૭ ટકા, વલ્લભીપુરમાં ૫૧૩ મીમી (૮૭.૦૩ ટકા), પાલિતાણામાં ૪૨૯ મીમી (૭૩.૦૫ ટકા), ગારિયાધારમાં ૩૭૧ મીમી ૮૦.૧૯ ટકા, જેસરમાં ૪૭૬ મીમી (૭૦.૦૯ ટકા), તળાજામાં ૩૨૫ મીમી (૫૭.૩૬ ટકા) અને મહત્પવામાં ૬૩૧ મીમી (૧૦૪.૪૩ ટકા) છે. આ ઉપરાંત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડો છે.

આજે સવારે વાતાવરણ વાતાવરણ વાદળછાયું છે હજી પણ બે દિવસ વરસાદ ચાલું રહે તેવી શકયતા છે. ભાવનગરમા પણ ગઇકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી ભાવનગર શહેરમાં તો રાત્રે ૯થી ૧૨ દરમ્યાન ૬૯ મીમી અને ૧૨થી ૬ દરમ્યાન વધુ ૧૮ મીમી વરસાદ સાથે ભાવનગરમાં રાત્રે ૮૭ મીમી (સાડા ત્રણ ઈંચ) વરસાદ પડતા ભાવનગર શહેરનો કુલ વરસાદ ૭૫૫ મીમી એટલે કે, ૨૬ ઈંચને વટાવી ગયો હતો ગઇકાલે સાંજે ૬ વાગે ભાવનગરમાં મોસમનો કુલ વરસાદ ૯૬.૮૯ ટકા હતો જે આજે સવારે ૬ વાગ્યા સુધીમાં વધીને ૧૦૯.૫૧ ટકા થતાં શહેરમાં એક જ રાતમાં ૧૨.૬૨ ટકા પાણી પડું હતું. આમ ભાવનગર શહેર એક જ રાતમાં વરસાદથી મહુવા કરતા આગળ નીકળી ગયું હતું.શ્રાવણ માસનાં અતં સમયે જિલ્લામાં મેઘરાજાની બરાબર મહેર થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here