ડો ધંધુકીયા માટે શંખનાદની અપીલ અને અને જયેશ ધોળકિયાની મહેનત રંગ લાવી, શહેરના યુવાનોએ પ્લાઝમાં ડોનેટ કરીને માનવીય પહેલ હીર ઝળકાવ્યું, ડો ધંધુકીયા ડોકટર જ નહીં સિહોરના લોકોમાં માટે ભગવાન તુલ્ય છે, કોરોનાને મ્હાત આપી ડો ધંધુકીયા જલ્દી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના
મિલન કુવાડિયા
સિહોર માટે ગમે તેવી મોટી આફત મુશ્કેલી હોઈ તેની સામે લડવા માટે દાનવીરો ભામાશા અને શહેરના અનેક યુવાનો હંમેશા અગ્રેસર રહે છે ગમે તેવી આફતો સામે રીતસર બાથ ભીડીને સિહોર ફરી બેઠું થઈને દોડતું થયું છે તે ઇતિહાસ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ સાથે દેશ અને સ્થાનિક સુધી કોરોનાએ પગ જમાવ્યો છે અને જેમાં સિહોરના વરિષ્ટ અગ્રણી અને ખ્યાતનામ અને પ્રસિદ્ધ તબીબ ડો ધંધુકીયા પણ કોરોનાના સકંજામાં સંપડાયા છે અને સતત લડી રહ્યા છે ઝઝુમી રહ્યા છે હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્યો ઉપાયો દ્વારા કોરોના દર્દીઓને સ્વસ્થ્ય કરવામાં આવી રહ્યા છે.
જેમાં પ્લાઝમાં થેરાપી ડોનેટ અસરકાર સાબિત થઈ છે અને પ્લાઝમાં ડોનેટ માટે ડો ધંધુકીયાને ગઈ સાંજે તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ હતી શંખનાદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કારણકે ડૉ ધંધુકીયા સિહોરની જનતા માટે ડોકટર જ નહીં ભગવાન તુલ્ય સાબિત થયા છે સિહોર માટેની એમની સેવાનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે ગઇકાલે સાંજે ડો ધંધુકીયા પ્લાઝ ડોનેટની જરૂરિયાત ઉભી થતા શંખનાદ દ્વારા લોક અપીલ કરવામાં આવી હતી.
બીજી બાજુ શહેરના ઉદ્યોગપતિ જયેશ ધોળકિયાની મહેનતના કારણે શહેરના ૨ યુવાનો અશોકભાઈ ગોહિલ, સુનિલભાઈ ડાભી નામના બન્ને યુવકો ડો ધંધુકીયા માટે આગળ આવીને પ્લાઝમાં ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી અને આ બન્ને યુવકોએ માનવીય પહેલ કરી એક નવી રાહ ચીંધી હતી માણસાઈના દિવા સમાન આ બન્ને યુવકોએ પ્લાઝમાં ડોનેટ કરીને દાનનું હિર ઝળકાવી ખરા હીરા બન્યા છે અને માનવતા મહેકાવી છે ત્યારે સિહોરના નામાંકિત તબીબ અને શહેરના લોકો માટે ભગવાન તુલ્ય તબીબી સેવા આપનાર ડો ધંધુકિયા કોરોનાને મ્હાત આપી જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી ઇશ્વરને શહેરના લોકો વતી શંખનાદ પરિવાર પ્રાર્થના કરે છે.