રોડ રસ્તાઓના નુકશાન મામલે ડેપ્યુટી સિઅમે કહ્યું દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે

ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે, સ્થાનિકથી લઈ રાજ્યમાં વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે

મિલન કુવાડિયા
રોડ રસ્તાઓના નુકશાન મામલે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ભાવનગર રાજકોટ હાઈવેની માહિતી માટેના આદેશ કરી દેવાયા છે સાથે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. ડેપ્યુટી સીએમેં કહ્યું હતું કે રસ્તા મામલે સીએમ સાથે પણ ચર્ચા થઈ હતી. માર્ગ અને મકાન વિભાગને સ્થિતિનો તાગ મેળવવા સુચના આપવામાં આવી છે. રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો છે. રોડ રસ્તાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. કેબિનેટ બેઠકમાં પણ રોડ મુદ્દે ચર્ચા થઈ હતી.

નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ પરામર્સ કર્યો છે. માર્ગ મકાન વિભાગના એન્જીનિયરોને જરૂરિ સુચન કર્યા છે. જુદા જુદા વિસ્તારોમાં જાત તપાસના આદેશ કરાયા છે. દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે. જે રસ્તા બંધ છે તેના સમારકામને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજકોટ ભાવનગર રસ્તો મુદે માહિતી માંગવામાં આવી છે નવા રસ્તા ૩ વર્ષના ગેરંટી પિરિયડમાં આવે છે. તેની કામગીરી ગેરંટી આધારે કરવામાં આવે છે વર્ષની સમય મર્યાદામાં કામગીરી માટે ડીપોઝીટ રખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here