દિવસ સાતમાં નિરાકરણ નહિ તો આંદોલનનો માર્ગ, મુખ્યમંત્રી સહિત વિપક્ષી નેતાઓ સુધી રજૂઆતો, ખેડૂત મંચ આકરા પાણીએ, સરકાર સામે બાયો ચડાવવા આગેવાન સાથે ખેડૂતની બેઠકો શરૂ

સલીમ બરફવાળા
સિહોર સાથે પંથક અને ભાવનગર જિલ્લાના પાલીતાણા, ઘોઘા, જેસર, ઉમરાળા, ભાવનગર, વિગેરે તાલુકાઓમાં બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડુતોના ઉભા પાકો ડુંગળી.ઘંઉ જીરૂ ધાણા વિગેરે તૈયાર કરેલા પાકોને મોટુ નુકશાન થયેલ છે તેથી ભાવનગર જિલ્લા અને તાલુકા ‌ખેતીવાડી અધિકારીઓ સાત દિવસમા સર્વે કરે તેવી માંગ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને વહેલી તકે સહાય ચુકવવામાં આવે તેવા સરકારમા રીપોર્ટ પહોંચાડો તોજ ખેડુતોને રાહત મળે તેમ છે તેમજ આ વર્ષના અતિ વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુક્શાન થયું તેની સરકારે કરેલી જાહેરાત તમામ ખેડૂતોને રૂપિયા ૧૩૦૦૦ બે હેક્ટરે એક હેક્ટરે ૬૫૦૦ અને તમામ ખેડુતોને ઓછામાં ઓછા ૪૦૦૦ સહાય ચુકવવામાં આવશે તેનાથી આજે પણ ઘણા ખેડૂતો વંચિત છે.

તે ગંભીર બાબત ગણાય બે વર્ષનો પાક વીમો મળવા પાત્ર છે તે ખેડૂતોને મળેલ નથી અને વીમા કંપનીઓ ખેડુતોને મળવા પાત્ર વીમો ચાવ કરી ગય તે સરકાર માટે હેઠા જોયુ ગણાય અથવા મીલીભગત તેમજ ખેડુતોને ડુંગળીના એક મણે રૂપિયા ૩૦ થી ૫૦ મળતા હતા તેનાથી ખેડુતોને એક કિલો ડુંગળીએ ૨૫ રૂપિયા અને ૭૭ પૈસાની ખેડુતોને ખોટ જાતીહતી ત્યારે મુખ્યમંત્રીએ ભીખારીને આપેતેમ ૨૦૧૭ મા ખેડુતોને એક કિલો ડુંગળીએ એક રૂપિયો ગુજરાત ભરના ખેડુતોને સરકાર ચુકવશે તેવી જાહેરાત કરેલી પણ ખેડુતોને આજદીન સુધી ચુકવેલ નથી તેથી સરકાર ખેડૂત વિરોધી છે તેવુ ગણવામા સહેજેય સંકોચ રાખવા જેવો નથી વિશેષમાં આ સરકારમા ટેકાના ભાવે ખેડુતોની મગફળી કપાસ ચણા તુવેર.એરંડા વિગેરે ખરીદીમા ભષ્ટ્રાચાર કરવાના અગાઉથી વ્યવસ્થિત શંતરજના ચોગડા ગોઠવીને ખરીદી થાય છે તે જગ જાહેર છે.

વીમા કંપનીઓ સાથે સરકારને નાણાંના ઇલુ ઇલુના સુંવાળા સંબધો ખુલ્લા પડી ગયેલા છે.તેમજ ભાવનગર જિલ્લાના સરકારમા ઉચ સ્થાન ઉપર ત્રણ હોદ્દોઓના આગેવાનો છે. પ્રદેશ પ્રમુખ અને બે મંત્રી ઓ પણ ત્રણેય જાવ કાબરબાઈ આવું છું ચાચુડી ઘડાવું છું જેવા બહાના ખેડુતોને બતાવે છે અને આ કાગડા.કાગડી પોતાની આખી ચાચં ભષ્ટ્રાચારના નશામાં ડુબાડીને લથડીયુ ખાય એટલા નશામાં ચકચૂર છે.તેથી ઉપરોક્ત બાબતોએ દીવસ સાતમા યોગ્ય કાર્યવાહી કરવામા નહિ આવેતો સાત દિવસ પછી જીલ્લાના ખેડુતોને સાથે રહીને જીલ્લા કલેકટર કચેરીએ ધરણાં કરીને જીલ્લા ખેતીવાડી કચેરીને તાળા બંધી કરવાની ફરજ પડશે તેનાથી કોઈપણ પ્રકારના અઘટિત બનાવો બનશે તો તેની તમામ જવાબદારી સરકાર અને જીલ્લા ખેતીવાડી અધિકારીની રહેશે તેની ગંભીર નોંધ લેવી તેમ ભાવનગર જિલ્લાના ખેડુત એકતા મંચ મહા મંત્રી નરેશભાઈ ડાંખરા ( સીદસર )જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા ( તરેડી ) વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here