પશ્ચિમ રાજસ્થાન પરની સિસ્ટમ આજથી નબળી પડશે, મેઘરાજા ખમૈયા કરો’ની ખેડૂતોની પ્રાર્થના જાણે મેઘમહારાજે સાંભળી, ખેતરોમાં ભરાયેલા પાણી સુકાવા લાગ્યા

ગૌતમ જાદવ
સિહોર સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરાપ નીકળતા ખેડૂતોને રાહત થઈ હતી. હવામાન વિભાગ દ્વારા હવે અઠવાડીયા સુધી વાતાવરણમાં ઉઘાડ જોવા મળે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી મેઘમહારાજની ચારે બાજુ હેલી વરસી રહી હતી. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં. અલબત આજે વરાપ નીકળતા સર્વત્ર રાહત થઈ હતી સિહોર સહિત જિલ્લામાં ચારે બાજુ છેલ્લા એક પખવાડીયાથી અવિરત વરસાદ વરસતો રહ્યો છે.

જેના કારણે નદી નાળા જળાશયો છલકાઈ બાદ ચારે બાજુ ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જતાં અતિવૃષ્ટિના તોળાઈ રહેલાં ભય સાથે સર્વત્ર લીલા દુષ્કાળનો ભઈ સેવાઈ રહ્યો હતો. ગામે ગામે ખેડુતો મેઘરાજાને ખમૈયા કરોની પ્રાર્થના કરી રહ્યા હતાં. આ પ્રાર્થના જાણે ફળી હોય તેમ બંગાડીની ખાડીનું લો-પ્રેસર મધ્યપ્રદેશથી રાજસ્થાન પહોંચ્યા બાદ હવે આજથી તા.૧ સપ્ટે.થી રાજસ્થાનમાં નબળુ પડી જશે જેના કારણે આઠ દિવસ સુધી વાતાવરણમાં ઉઘાડ રહેશે.

અલબત લો – પ્રેસરને કારણે અમુક સ્થળે છૂટા છવાયા ઝાપટા વરસે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. સિહોર સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં આજે લાંબા સમય પછી સુર્યદેવ જોવા મળયા હતાં. વાતાવરણમાં સર્વત્ર ઉઘાડ નીકળતા શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણી સુકાઈ ગયા હતાં. તેમ જ ખેતરોમાં પણ વરસાદના પાણી ઓસરવા લાગ્યા હતાં. વરસાદી વિરામ સાથે સર્વત્ર વરાપનો ગમાહોલ જોવા મળતા સરકારી તંત્રમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here