મુસાફરોને રાહત : ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના એસટી રૂટ શરૂ થતા ગ્રામ્ય પ્રજાને રાહતની લાગણી

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉન દરમ્યાન એસ.ટી. બસોના પૈડાં થંભી ગયા બાદ અનલોકના વિવિધ તબક્કામાં તબક્કાવાર એસ.ટી. બસની સુવિધા શરૂ કર્યા બાદ સમગ્ર સિહોર ભાવનગર અને પંથકમાં વિવિધ તાલુકાની સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ બસ વ્યવહાર શરૂ કરવામાં આવતા મુસાફરોને મોટી રાહત પહોંચી છે. લોકલ એસ.ટી. બસ બંધ હોવાના કારણે મુસાફરોને ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડતી હતી. તેમાં પણ વાહનોમાં મુસાફરો ખિચોખીચ ભરવામાં આવતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા હોય.

લોકો ભય વચ્ચે મુસાફરી કરતા હતા. ત્યારે એસ.ટી. દ્વારા સરકારના નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બસમાં મુસાફરોને બેસાડી સંચાલન કરવામાં આવશે. જેથી મુસાફરોને ઓછા ભાડાની સાથે કોરોનાનો ખતરો પણ ઓછો રહેશે. વધુમાં મુસાફરોને અગવડતા ન પડે તેમજ બસનું નિયમીત સંચાલન કરવા માટે ડ્રાઈવર-કંડક્ટરની ઘટ હોવા છતાં પણ જાહેર પરિવહન સેવાને ફરી ધમધમતી કરવાનું એસ.ટી. તંત્ર દ્વારા આયોજન કરાયું છે. સરકારી ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં મુસાફરો બેસાડી ચુસ્તપણે ગાઈડલાઈનનું પાલન કરી એસ.ટી. બસો દોડાવવાની શરૂઆત કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here