કોરોનાની સાંકળ તોડવા વધુમાં વધુ લોકો કોરોના ટેસ્ટ કરાવે તે જરૂરી – આરોગ્ય અધિકારી

દેવરાજ બુધેલીયા
સિહોરમાં વડલા ચોક સહિત ભાવનગર શહેરમાં હિમાલયા મોલ, સરદારનગર સર્કલ, મહિલા કોલેજ સર્કલ, નિલમબાગ સર્કલ, શિવાજી સર્કલ તથા આર.ટી.ઓ.સર્કલ તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાલીતાણા, ગારીયાધાર, તળાજા તેમજ મહુવા ખાતે જુદા જુદા ૧૨ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં છેલ્લા ૫ દિવસમાં જ ૩૩૦૦ થી વધુ લોકોએ સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવી કોરોના મહામારી સામેની લડતમાં લોક જાગૃતિનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોના સંકમણને જિલ્લામાં ફેલાતું અટકાવવા લોકો કોરોનાની તપાસ કરાવે તે ખૂબ જરૂરી છે. રેપીડ એન્ટીજન ટેસ્ટ કોરોનાની સાંકળને તોડવા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. લક્ષણો ન ધરાવતા ચેપગ્રસ્ત લોકોના વહેલા નિદાન માટે રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપયોગી છે તેમજ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમા આવેલા લક્ષણો ધરાવતા લોકોનુ વહેલું નિદાન થઈ શકે છે.

હાલ વિશ્વ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે ગ્રામ્ય, નગરપાલિકા કક્ષાએ જિલ્લા પંચાયત કચેરીના તાબા હેઠળની આરોગ્ય શાખા દ્વારા સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટર તા.૧૪-૯-૨૦૨૦ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે. જેનું રિઝલ્ટ ૫ થી ૧૦ મિનિટમાં મળતું હોય વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકે છે. હાલ વધુ લોકોની અવરજવર થતી હોય તેવા વિસ્તારોમાં સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. જેથી લોકો તેનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે. જેમાં તળાજા ખાતે શાકમાર્કેટ, ગોપનાથ રોડ, મહુવા ખાતે ગાંધીબાગ અને ભાદ્રોડ ઝાંપા, પાલીતાણા ખાતે ભૈરવનાથ ચોક, ગારીયાધાર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે મેઇન બજાર તેમજ સિહોર ખાતે વડલા ચોક વિસ્તારમા હાલ કોરોના રેપિડ ટેસ્ટની કામગીરી કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here