સિહોર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા સ્ટોલ ખુલશે

ફટાકડા સ્ટોલને થોડા દિવસમાં જિલ્લા કલેકટર કચેરી મંજુરી આપશે, સ્ટોલ માટે ડ્રો કરાશે

બ્રિજેશ ગૌસ્વામી
નવરાત્રી પર્વ પૂર્ણ થવાના આડે છે અને દિવાળી પર્વ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ફટાકડા સ્ટોલ શરૃ કરવા વેપારીઓ તૈયારી કરી રહ્યા છે. દર વર્ષે દિવાળી પર્વ પૂર્વે સિહોર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા સ્ટોલ ખુલતા હોય છે પરંતુ ફટાકડા સ્ટોલ ખોલવા માટે જિલ્લા કલેકટર કચેરીની મંજુરી લેવી જરૃરી છે તેથી મંજુરી મેળવવા ઘણા ફટાકડાના વેપારીઓએ અરજી કરી છે. આગામી થોડા દિવસોમાં ફટાકડા સ્ટોલ માટે મંજુરી આપવામાં આવશે. સિહોર શહેર અને જિલ્લામાં દિવાળી પર્વ પૂર્વે ફટાકડા સ્ટોલ ધમધમવા લાગતા હોય છે. હાલ નવરાત્રી પર્વ પૂર્ણ થવા આડે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે પરંતુ હજુ ફટાકડા સ્ટોલની મંજુરી વેપારીઓને મળી નથી. આગામી તા. ૧૪ નવેમ્બરે દિવાળી પર્વ છે તેથી દિવાળી આડે પણ હવે ગણતરીના દિવસો રહ્યા છે તેમ કહી શકાય.સિહોર શહેર અને જિલ્લામાં દર વર્ષે જિલ્લા કલેકટર કચેરી દ્વારા ફટાકડા સ્ટોલ માટે અરજી મંગાવવામાં આવતી હોય છે. જિલ્લામાં ફટાકડા સ્ટોલ માટે કુલ ૪૭૭ અરજી આવી છે,

જેમાં જવાહર મેદાનમાં ફટાકડા સ્ટોલ માટે ૪૩ અરજી આવી હોવાનુ જિલ્લા કલેકટર કચેરીના સુત્રોએ જણાવેલ છે.હજુ એક પણ ફટાકડા સ્ટોલને મંજુરી આપવામાં આવી નથી પરંતુ આગામી થોડા દિવસમાં જ ફટાકડા સ્ટોલ માટે મંજુરી આપવામાં આવશે અને જવાહર મેદાનમાં ફટાકડા સ્ટોલ માટે ડ્રો કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાનમાં ફટાકડાના ઘણા સ્ટોલ ખુલતા હોય છે તેથી દર વર્ષે ડ્રો કરવામાં આવતો હોય છે અને ડ્રોમાં જે નંબરનો સ્ટોલ વેપારીને મળે ત્યાં તેઓએ ફટાકડાનુ વેચાણ કરવાનુ હોય છે. જવાહર મેદાનમાં ફટાકડા સ્ટોલ માટે સરકારી તંત્ર દ્વારા ભાડુ વસુલવામાં આવતુ હોય છે. હાલ ફટાકડાના વેપારીઓ સરકારી તંત્ર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. મંજુરી મળતા ફટાકડા સ્ટોલ ખુલશે.ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી તંત્ર રાજ્ય સરકારની સુચના મુજબ ફટાકડા સ્ટોલની મંજુરી આપશે તેમ જણાય રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here