નવેનવ રાત્રિનો સન્નાટો

મિલન કુવાડિયા
કોરોનાનો કાળ સ્થિર છે, પણ કેેલેન્ડરમાં વહેેતો પ્રવાહ તો વણથંભ્યો વહી રહ્યો છે. સાતમ-આઠમ સહિત ભગવાન શિવના પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોના ભાવો પર કોરોનાનો પહેરો જોવા મળ્યો હતો અને હવે શારદીય નવરાત્રિના દિવસો પૂર્ણ થવાની આરે છે ત્યારે ગરવા ગુજરાતની ઓળખ સમા ગરબા પર પણ કોરાનાની પાબંદી છવાયેલી છે. માતાજીના વિરાટ સભામંડપો અને મેદાનોમાં આખી રાત ભક્તિભાવ સાથે યૌવન હિલ્લોળા લેેતું હતું, ત્યાં હાલ સૂનકારની ઝીણી ગરબીઓ ગવાઈ રહી છે. કોરોનાના કાળા ભમ્મર અંધકારમાં મા ભગવતીના ભક્તો આશાના ટમટમતા દિવાને સહારે વિશ્વભંરી અખિલ વિશ્વ તણી જનેતાને આદ્રસ્વરે વિનવણી કરી રહ્યા છે.

મહામારીએ આમ પણ સમાજને એકાંતવાસમાં સુખ શોધતા અને પરપીડા અંગે સ્થિતપ્રજ્ઞા ભાવ કેળવવાનું શીખવી દીધું છેે. રાસ અને ગરબાનું ગુજરાતી પ્રજાને એવું ઘેલું છે કે આખું વરસ એની રાહ જુએ છે.  ગુજરાતીઓના કોઈ વેવિશાળ – વિવાહ કે ભાગવતની પોથી પધરાવવામાં પણ રાસ ગરબા તો હોય જ. લગ્નસમારંભનો આગલો મંડપમૂહૂર્તનો દિવસ તો સાંજીના ગીત પછીની રાસ-રમઝટથી છલોછલ હોય. આ વખતનો નવેનવ રાત્રિનો સન્નાટો ગુજરાતી પ્રજા માટે અસહ્ય છે તે વાત ભૂલવા જેવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here