તમામ ચીજવસ્તુઓમાં અસહ્ય મોંઘવારીના કારણે દશેરા ૫ર્વે ફાફડા-જલેબીની મિજબાની માણવી મોંધી પડશે

હરેશ પવાર
કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે નવલા નૌરતાનું પર્વ આસ્થાભેર ઉજવાઈ રહયું છે.ચાચરના ચોકમાં ગરબા રમાતા નથી પરંતુ શક્તિ ના ઉપાસના પર્વે પૂજા-આરતી દ્વારા આધારના કરાય છે.ત્યારે દશેરા ર્વે ફાફડા જલેબી ની જયાફત ઉપર મિજબાની માણવી મોંઘી પડશે આ વર્ષે ફાફડા,જલેબી અને ચોરાફળીના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે આ વર્ષે કોરોના સંક્રમણને લઈ મોટાભાગના તહેવારો, ઉત્સવો, ઉજવણીઓ અને જાહેર કાર્યક્રમો ઉપર નિયંત્રણને પગલે ઉત્સાહ ઘટયો છે.નવરાત્રીનું નવલુ પર્વ પણ ગરબાની રમઝટ વગર નીરસ જણાઈ રહયું છે.ત્યારે માતા પ્રત્યે ભક્તો આસ્થા અને શક્તિ જ દર્શાવી યથા શક્તિ ભક્તિ કરી રહયા છે.આસુરી શક્તિઓ ઉપર ધર્મના વિજય સમા વિજયા દશમીનું પર્વ દશેરા તરીકે પણ ઉજવાય છે.ત્યારે વ્યંજન પ્રિય ગુજરાતીઓમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવાનું વિશેષ આકર્ષણ રહેલું હોય છે.કોરોનાકાળમાં આ વર્ષે રવિવારે ઉજવવામાં આવનાર દશેરા પર્વે ફાફડા-જલેબીના ભાવમાં વધારો જોવા મળે છે તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાના કારણે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારાના કારણે લોકોને મિજબાની માણવી મોંધી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here