સીંગતેલ અને કપાસીયાના ભાવ આસમાને, બટાટા, ડુંગરીનો સંગ્રહ કરનાર વેપારીઓને તગડો નફો


દેવરાજ બુધેલીયા
શિયાળુ શાકભાજી બજારમાં આવવા લાગ્યા છે અત્યારે દરેક પરીવારોમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીના ભાવમાં અસહ્ય વધારાને કારણે ગરીબ અને મધ્યમ પરીવારો માટે ભોજનની થાળીમાં લીલી શાકભાજી વગર ચલાવી લેવાનો વખત આવ્યો છે. તો બીજી તરફ કપાસીયા અને સીંગતેલના ભાવ પણ આસમાને પહોચી ગયા છે. જોકે સ્થાનિક શાકભાજી કરતા બહારના રાજ્યો માંથી આવતી શાકભાજીની મીઠાસમાં જમીન આસમાનનો ફેર હોય છે.

તો બીજી તરફ અનેક પરીવારો રોજબરોજ બંને ટાઈમ શાકભાજીની અવેજમાં ઉપયોગમાં લેતા બટાટા અને ડુંગરીના ભાવ પણ ગૃહિણીયો અને મધ્યમ તથા ગરીબ પરીવારોને રડાવી રહ્યા છે.અત્યારે બજારોમાં જે બટાટા વેચાય છે તે અમદાવાદ મહેસાણામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ માંથી ઠલવાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો સિઝનમાં જે ખેડૂતોએ ઓછા ભાવે બટાટા અને ડુંગરી વેપારીઓને વેચી દીધી હતી તે જ માલ અત્યારે વેપારીઓ નફાનું મોટુ ધોરણ રાખીને વેચી રહ્યા છે.

એક બાજુ ગરીબ પરીવારો રોજબરોજ ડુંગરીનો ઉપયોગ કરીને દિવસના ટંક ટુંકા કરતા હતા તે જ પરીવારોને આજે લીલા મરચા અથવા લસણની ચટણીનો સહારો લઈને દિવસો પસાર કરવાનો વારો આવ્યો છે. ડુંગરીના આસમાને પહોચેલા ભાવને લીધે હોટલો અને રેસ્ટોરન્ટોમાં લોકોને ડુંગરીના બદલે મુળા આપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સીંગતેલના વધતા ભાવોને જોતા લાગી રહ્યુ છે કે ફરસાણ પણ મોંઘુ બનશે. ઉલ્લેખનીય છે કે શરદ પૂનમે વેપારીઓને સસ્તું ઊંઘયુ પણ પરવડે તેમ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here