સિહોર સહિત જિલ્લાના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ઘઉંની સીધી ખરીદી કરશે

દેવરાજ બુધેલીયા
રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.,ભાવનગર ના સીટી ગોડાઉન, ભાવનગર, સિહોર ગોડાઉન, પાલીતાણા ગોડાઉન, ગારીયાધાર ગોડાઉન, તળાજા ગોડાઉન, મહુવા ગોડાઉન અને ઉમરાળા/ટીંબી ગોડાઉન ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવ ઘઉં માટે રૂ.૧૯૨૫/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની ઓનલાઇન નોંધણી સંબંધિત ગોડાઉન કેન્દ્ર ખાતે તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી જાહેર રજાના દિવસો બાદ કરતા ઓફીસ સમય દરમ્યાન સવારે ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ સુધી ચાલુ રહેશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડુતોને જાણ કરવામાં આવે છે. ખેડુતોએ નોંધણી સમયે ૭/૧૨ તથા ૮/અ ના વર્ષ ૨૦૧૯-૨૦ના ઉતારા, તલાટીનો દાખલો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ,પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ-૧ ફરજીયાત સાથે લાવવાના રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here