સિહોર સાથે સમગ્ર જિલ્લાના અસંખ્ય પરિવારો છેલ્લા ૮ મહિનાથી બેકાર : વરઘોડા સાથે જોવા મળતા બેન્ડ, ઝુમ્મર, ઢોલ, ડી.જે, બગીવાળાના પરિવારોનું જીવન વેન્ટિલેટર પર
સલીમ બરફવાળા
સરકાર હમારી ભી સુનો પુકાર, ઘર બેઠે હૈ હમ ભી બેકાર, શરૃ હો જાયે બેન્ડ બાજા બારાત , લોકડાઉન અને અનલોક શરૃ થયાના આઠ મહિના થવા છતા ઘોડા, બગી, ઝુમ્મર, સાઉન્ડ સિસ્ટમવાળા આજની તારીખે બેરોજગાર છે અને એમ કહી શકાય કે એમના પરિવારોની પેટની ભૂખ વેન્ટિલેટર પર છે દિવાળી પછી કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, હવે આની ઝપેટમાં તમામ વર્ગો સાથે સાથે હવે ધંધાર્થીઓ પણ આવ્યા છે.
જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થિતિ એવી ગંભીર બની છે કે, તેમનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું છે. તેઓનું જીવન દોજખભર્યું બની ગયું છે.ભય સાથે નિયમો વચ્ચે તેઓ અટવાઈ ચૂક્યા છે. દેવદિવાળી પછી લગ્નની સિઝન પૂરજોશમાં ચાલતી હોવાથી લગ્નમાં વરધોડા સાથે ફરતા ઘોડા, બગી, ઝુમ્મર ,સાઉન્ડ સિસ્ટમ, બેન્ડ ઢોલ નગારાવાળા ની ભારે ડિમાન્ડ હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાએ એવુ ગ્રહણ લગાડયુ છે કે છેલ્લા આઠ મહિનાથી તમામ રોજી રોટી વિહોણા થઇ ગયા છે. કોરોના -કોરોના માયબાપ હમારા ભી કુછ કરોના, સરકાર હમારી ભી સુનો પુકાર, ઘર બેઠે હૈ હમ ભી બેકાર, શરૃ હો જાયે બેન્ડ બાજા બારાત લગ્નના વરઘોડા સાથે જોડાયેલા વિવિધ ધંધાર્થીઓના પરિવારોમાં પણ હવે ગણગણાટ શરૂ થયો છે