સિહોર ભાવનગર શહેર અને જિલ્લામાંથી પણ ભાગ લઇ શકાશે

શંખનાદ કાર્યાલય
લોકો ઘરે બેઠા જ પોતાની પ્રતિભા બહાર લાવી શકે તેવા આશયથી સ્વામિનારાયણ ગુરૂકુળના મુખ્ય સહયોગ તેમજ જયેશ દવેના સંકલનમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા “આંગણેથી અભિવ્યક્તિ” ના શિર્ષક તળે નિબંધ, વાર્તા, કવિતા, એકપાત્રિય અભિનય, પોસ્ટર મેકીંગની ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની અંતિમ તારીખ ૧૪ એપ્રિલ હતી તે વધારીને ૩૦ એપ્રિલ કરવામાં આવી છે અને જીલ્લાના કલાકારો માટે ખુલ્લી કરાઈ છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાંથી આ તમામ સ્પર્ધાઓમાં ઓનલાઇન ભાગ લઇ શકાશે અને ૩૦ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી નિયત વોટ્સએપ નંબર ૮૧૬૦૪૭૮૪૮૧ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. આ માત્ર વોટ્સએપ નંબર હોઈ કોલ થઈ શકશે નહીં. આ સ્પર્ધા અંગેની વિગતો નિયમો સાથેની સંપૂર્ણ વિગતો વોટ્સએપ નંબર ધનુષ જાડેજા ૯૯૦૯૮૭૬૧૬૨, ૯૯૦૯૦૭૬૧૬૨ પરથી મળી શકશે. માત્ર મેસેજ કરવા વિનંતી છે. તમામ સ્પર્ધાના વિજેતાઓને અગ્રણીઓના હસ્તે ઇનામ વિતરણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here