શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ વધી, અનેક ગામડાઓ સવારે 11 વાગ્યા પછી સ્વયંભૂ બંધ, કેટલાક બપોરના 12 પછી બંધ


હરેશ પવાર
વૈશ્વિક મહામારીની બીજી લહેર એ રાજ્ય અને જિલ્લાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોના સંક્રમીતોની સંખ્યા ઉત્તરોત્તર વધતા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉનનો ક્રેઝ વધ્યો છે અને ગામડા વધારે અસરગ્રસ્ત છે ત્યાં સ્વયભૂ લોકડાઉન લાગી રહ્યા છે ભાવનગર સાથે સિહોરમાં પણ નાઈટ કફર્યુ લગાવ્યો છે. પરંતુ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કોરોનાના ભયથી જાતે જ બંધ પાડી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ગામના આગેવાનો સરપંચોએ પોતાના ગામોમાં બપોર પછી-સાંજે તો ઘણા વિસ્તારોમાં રાત્રીના ભાગે સ્વયંભૂ મહામારીની ગંભીરતા સમજીને મોટાભાગના દુકાનદાર વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી અપીલને પ્રાધાન્ય આપ્યો છે ગામોમાં સંક્રમણ વધતા કોરોનાના ભયના કારણે સમય મર્યાદામાં ધંધા-રોજગાર ધંધા-રોજગાર માટે ધંધાર્થીઓ સહયોગ આપી રહ્યા છે ખાસ કરીને રાત્રિ કફર્યુને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે ગામડાઓમાં સંક્રમણ વાધતા લોકો સતર્ક બની રહ્યા છે ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનનું ચલણ શરૃ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here