સિઝનના પ્રથમ વરસાદ સાથે ધમાકેદાર એન્ટ્રી, પ્રથમ વરસાદે માર્ગો પર પાણી ફરી વળ્યા, બાળકો એ પહેલા વરસાદની મજા સાયકલ પર લીધી, સિહોરના ટાણા પંથકમાં સારા વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા, વરાપ બાદ ખેડૂતો વાવણી કાર્યમાં જોડાશે.

સંદીપ રાઠોડ
ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકાઓમાં આજે સીઝનનો પ્રથમ અને ખુબ સારો વરસાદ કહી શકાય તેવો વરસાદ પડ્યો છે ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદે જ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોમાં મુશ્કેલી સર્જાય હતી.જયારે પ્રથમ વરસાદની મજા લેવા બાળકો સાયકલ પર નીકળી પડ્યા હતા જયારે પ્રથમ વરસાદે જ શહેરની ગટરો ઉભરાય જતા તેનું ગંદુ પાણી માર્ગો પર પ્રસરતા લોકોને હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો. જયારે સિહોર પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશહાલી છવાય છે.

હવે વરાપ બાદ વાવણી કાર્યનો પ્રારંભ કરશે. રાજ્યમાં હવે જયારે ચોમાસા ઋતુનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે અને ભાવનગર જીલ્લાના અનેક મથકો પર વરસાદ વરસ્યા બાદ આજે ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.આજે સવારથી જ કાળાડીબાંગ વાદળો આકાશમાં ઉભરી આવ્યા હતા અને બપોરના સમયે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો.ધોધમાર વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

જયારે વાહન ચાલકો એકાએક મેઘમહેરથી મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે થોડા સમયથી જે પ્રમાણે ભાવનગરવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી રાહત અનુભવી હતી. જયારે પ્રથમ વરસાદના પગલે બાળકો ગેલમાં આવી ગયા હતા અને સાયકલ પર નીકળી વરસાદી મહાલની મજા માણી હતી. જયારે પ્રથમ ધોધમાર વરસાદના પગલે ગટરો ઉભરાય જઈ તેના ગંદા પાણી માર્ગો પર ફરી વળતા જે તે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે પ્રથમ સારા વરસાદના પગલે લોકોમાં એક પ્રકારે આનંદ છવાયો હતો.

વરસાદીની મજા સાથે વાહનો પર નીકળી પ્રથમ વરસાદની સુંદર અનુભૂતિ કરી હતી. જયારે જગતનો તાત પણ આ વરસાદના પગલે ગેલમાં આવી ગયો હતો. જયારે સિહોર પંથકમાં પણ ભારે વરસાદી મહાલ જામતા ખેતરોમાં પાણી ભરાય ગયા હતા અને ત્યાં હવે વરાપ બાદ ખેડૂતો વાવણી કાર્યમાં જોડાશે. સિહોરના ટાણા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પશુપાલકોને તેમના માલઢોર માટેની પાણીની સમસ્યા હળવી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here