સિહોરના ચાર ભાઈઓએ કોરોનાને હરાવ્યો, આજે સીરાજ અને ઈરફાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ, જોકે માતા હજુ હોસ્પિટલમાં કોરોના સામે ઝઝુમેં છે

હરેશ પવાર
કોરોનાનો કહેર અને ભય વચ્ચે આજે રવિવારે એક રાહતના સમાચાર આવ્યા છે ભાવનગરમાં એક સાથે ૧૬ દર્દીઓ કોરોના મુક્ત થયા છે અને જેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સિહોરના ૨ ભાવનગરના ૧૩ અને બોટાદના ૧ દર્દી કોરોનાથી મુકત થયા છે જે તમામ ને હોસ્પિટલમાંથી ડિસ્ટાચાર્જ કર્યા છે ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૬ દર્દીઓ કોરોના મુક્ત થયા છે ભાવનગરમાં કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલ તબીબી ટીમની મહેનત રંગ લાવી રહી છે.

કોરોનાની સારવાર લઈ રહેલા સિહોરના એક જ પરિવારના ૫ લોકોની કોરોનાની લપેટમાં સપડાયા હતા તા ૧૩ એપ્રિલે અલ્ફાજ દસાડિયા નામના યુવકને કોરોના પોઝિટિવ આવતા જેમના પરિવારના ૮ સભ્યોને કોરોન્ટાઇન કરી લેવામાં આવ્યા હતા અને પછી ક્રમશ એક પછી એક પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ થયા હતા જોકે અગાઉ અલફાજે કોરોને હરાવ્યો હતો ગઇકાલે તેમના ભાઈ યાસીને પણ કોરોના સામે ઝઝુમીને જીત મેળવી હતી આજે એજ પરિવારના સીરાજ અને ઈરફાન નામના બન્ને સગ્ગા ભાઈઓએ કોરોનાને હરાવ્યો છે.

કહી શકાય કે એક સાથે ચાર ભાઈઓએ કોરોના હરાવ્યો છે જોકે હજુ માતા શહેનાજબેન ને ગઇકાલે જ રિપોર્ટ પોઝિટિવ આવતા હજુ એ હોસ્પિટલમાં સારવારમાં છે અને કોરોના સામે ઝઝુમી રહ્યા છે પરંતુ ચાર સગ્ગા ભાઈઓ કોરોને હરાવી ને કોરોના જંગમાં જીત મેળવી છે ત્યારે આજે રવિવારે ભાવનગર માટે સારા સમાચાર છે કે એક સાથે ૧૬ લોકો કોરોના મુક્ત થયા છે એ જેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જેથી લોકો સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here