સિહોર સહિત ભાવનગર અને બોટાદ જિલ્લામાં આકાશ માં જોવા મળ્યો અદ્ભુત નજારો, ભાગ્યે જ જોવા મળતો હોય છે સૂર્ય ફરતે આવો સુંદર નજારો.

નિલેશ આહીર
સિહોર સહિત ભાવનગર અને બોટાદ જિલ્લા અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો ભાગ્યે જ જોવા મળતો હોય છે સૂર્ય ફરતે આવો સુંદર નજારો. ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે. આજે દિવસના મધ્ય સમયે લગભગ ૧૨:૫૦ વાગ્યા થી ૧:૨૦ દરમ્યાન સમગ્ર જીલ્લામાં ઉપરાંત અમરેલી અને બોટાદ જીલ્લામાં સૂર્ય ફરતે એક સર્કલ જોવા મળ્યું.

જેને ઘણા લોકોએ કુતુહલતાથી નિહાળ્યું. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષી સાથે ફોટો શેર કરીને ટેલીફોનીક રીતે જાણવા પ્રયાસ કરેલ. આ ઘટનાની કુતુહલતા પાછળ રહેલ વિજ્ઞાન જણાવતા નીચે મુજબની માહિતી આપેલ. આ ઘટનાને ‘Sun Halo’ (સન હાલો) કહેવામાં આવે છે. આ ઘટના મુખ્યત્વે ચોમાસા દરમ્યાન ભેજવાળા વાતાવરણને કારણે જોવા મળે છે. ચોમાસા દરમ્યાન ઉપરી વાદળોમાં જ્યાં ભેજનું પ્રમાણ વધારે અને બરફ જેવા ઘટ્ટ સ્વરૂપે રહેલ હોય છે.

આ વાદળો પવનના કારણે ૨૨ અંશે કુદરતી રીતે સૂર્યની ફરતે ઘેરાય છે. જેથી સૂર્યનો પ્રકાશ વાદળો પર પડતા જ તે પ્રીઝમની જેમ ચમક સાથે પ્રકાશનું વક્રીભવન કરે છે. અહિયાં પ્રકાશના વક્રીભવન સાથે પ્રકાશ પરાવર્તિત પણ થાય છે. જેને કારણે સુર્યપ્રકાશની હાજરીમાં જોઈ શકાય તેવા રંગોની એક મેઘધનુષ રીંગ સૂર્યની ફરતે જોવા મળે છે. થોડો સમય પસાર થતા વાદળોની ગોઠવણમાં ફેરફાર થવાથી આ રીંગ અદ્રશ્ય થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here