જિલ્લામાં નોંધાયેલા ૧,૭૧૨ કેસો પૈકી ૪૪૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૧૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવાગામ (ચિરોડા) ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, પાલીતાણા ખાતે ૪, સિહોર ખાતે ૩, ઉમરાળા તાલુકાના ઘોળા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here