ધીરજ હિંમતથી પરિવાર કોરોના સામે જંગ જીત્યો: સિહોરના એક જ પરિવારના ચાર પુત્ર અને માતાએ કોરોના ને હરાવ્યો

હરેશ પવાર
સિહોર શહેર માટે આજે સાંજના સમયે એક સારા સમાચાર આવ્યા છે એક જ પરિવારના ચાર પુત્ર અને માતાએ કોરોનાને હરાવ્યો છે અને સિહોર હાલ અત્યાર સુધી તો શહેર કોરોના મુક્ત થયું છે સિહોરના દસાડિયા પરિવારના યુવકને પોઝિટીવ આવ્યા બાદ જેમના ત્રણ ભાઈઓ અને માતા પણ કોરોનાગ્રસ્ત બનતા પરિવારના આઠ સભ્યોમાં ક્રમશ પાંચ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા તે હવે કોરોનામુક્ત બન્યા છે સિહોરમાં જલુના ચોક ખાતે રહેતા દસાડીયા પરિવારના યુવકને ગઈ તા.૧૩ એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આથી તેના પિતા માતા અને ત્રણ ભાઈઓ પુત્રવધૂ તથા પૌત્ર સહિત ૮ સભ્યોને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા આ સમયગાળા દરમિયાન દસાડીયા પરિવારના ૫ સભ્યો ક્રમશ કોરોગ્રસ્ત બન્યા હતા જેમાં ચાર પુત્ર અને માતાનો સમાવેશ થાય છે જે પરિવારની ધીરજ અને હિંમતના કારણે આજે પરિવારના ૫ સભ્યોએ કોરોનાને હરાવ્યો છે ક્રમશ તમામને એક પછી એક હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવાઈ છે દસાડીયા પરિવારના ક્રમશ સભ્યો કોરોનોમુક્ત થતા હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવાઈ હતી.

જ્યારે આજે ચાર પુત્રની માતાએ પણ કોરોનાને હરાવીને કોરોના સામે જંગ જીત્યો છે અને ભાવનગર ખાતે આજે કોરોના ૧૧ દર્દીઓને રજા આપવામાં આવી જેમાં આજે સિહોરના મહિલાનો પણ સમાવેશ થાય છે આમ સિહોરના એક જ પરીવારના પાંચ સભ્યો કોરોના મુક્ત થયા છે અને સાથે સાથે સિહોર પણ કોરોનામુક્ત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here