કુલ 1476 મતદાન મથકો પર ઈવીએમની ફાળવણી કરવામાં આવી, કુલ 346 બેઠકો માટે કુલ 910 ઉમદેવારોએ પોતાની ઉમદેવારી નોંધાવી


દેવરાજ બુધેલીયા
ભાવનગરમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની આવતીકાલે યોજનારી ચૂંટણીને લઈ તંત્ર સજ્જ થયું છે. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની કુલ 346 બેઠકો માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં 10 જગ્યાએએથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર (ગ્રામ્ય), ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, તળાજા, પાલીતાણા, ગારીયાધાર, મહુવા, જેસર તમામ જગ્યાએ ઈવીએમની વહેચણી કરવામાં આવી રહી છે.ભાવનગર જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની કુલ 346 બેઠકો માટે કુલ 910 ઉમદેવારોએ પોતાની ઉમદેવારી નોંધાવી ચુક્યા છે.

ચૂંટણીમાં કુલ 1476 મતદાન મથકો પર ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણીમાં પોલિંગ સ્ટાફમાં કુલ 8133 કર્મચારીઓ, તથા પોલીસ સ્ટાફ 2764 ફરજ સોંપવામાં આવી છે.ચૂંટણી અધિકારી હિરલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, આવતીકાલે યોજનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. તમામ બુથ પર કર્મચારીઓની નિમુણુંક કરી તેમને ફરજ સોંપાઈ છે, જ્યારે સ્ટાફ કે મતદારો સંક્રમિત ન થાય તે માટે તંત્ર દ્વારા આરોગ્ય કર્મચારીઓની નિમુણુંક કરવામાં આવી છે. પ્રીસાઇડીંગ ઓફિસરો, પોલિંગ ઓફિસર, દરેક મતદાન મથકો પર મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતના સ્ટાફને ફરજ સોપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here