આશરે ૩પ દિવસથી સર્વેની કામગીરી શરૂ, 95 ટકા કામગીરી કરાઈ, પાક નુકશાન સર્વેની પાંચ ટકા કામગીરી હજુ બાકી, કામગીરી ઝડપી પૂર્ણ કરી તત્કાલ વળતર આપવુ જરૂરી 

બ્રિજેશ ગોસ્વામી
ચોમાસાના અંતમાં સિહોર સહિત ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો તેથી ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોને મોટુ નુકશાન થયુ હતું. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી થઈ હતી અને પાક નુકશાનનુ વળતર આપવા ખેડૂતોએ માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાને લઈ છેલ્લા એક માસથી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી તેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સર્વે કામગીરી ઝડપી કરી તત્કાલ વળતર આપવા માંગણી ઉઠી છે. ચાલુ વર્ષે ચોમાસાના અંતમાં ધોધમાર વરસાદ પડયો હતો, જેના પગલે તાલુકા જિલ્લાના ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને પાક ધોવાય ગયો હતો તેથી ખેડૂતોમાં કચવાટ ફેલાયો હતો. ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડયો હતો પરંતુ વરસાદમાં પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. પાક નુકશાનની સહાય આપવા ખેડૂતોએ માંગણીઓ કરી હતી, જેના પગલે ગત તા. ૭ ઓકટોબરથી પાક નુકશાનની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.0

પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી. આશરે ૩પ દિવસમાં સર્વેની ૯પ ટકા કામગીરી થઈ છે. જિલ્લાના ૭૦૦ ગામમાંથી પ૯૯ ગામનો સર્વે થઈ ગયો છે અને બીજા ગામમાં આગામી દિવસોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૦૬ ગ્રામ સેવકો સર્વેની કામગીરીમાં જોડાયા છે. સર્વે કામગીરી પૂર્ણ થતા હજુ આશરે ત્રણ-ચાર દિવસનો સમય લાગશે તેમ જિલ્લાના ખેતીવાડી અધિકારી કોસંબીએ માહિતી આપતા જણાવ્યુ હતું. સર્વે માટે સબંધિત ગામના ગ્રામસેવક્, તલાટી કમ મંત્રી તથા ગામનાં સરપંચની સંયુક્ત ટીમની રચના કરવામાં આવેલ છે.

આ સર્વે ટીમ જે ગામમા સર્વેની કામગીરી દરમિયાન આવે ત્યારે ભારે વરસાદથી હકિકતમાં નુકશાન થયેલ હોય તેવા નુકશાનગ્રસ્ત તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે સર્વે ટીમ પાસે સર્વે કરાવવાનો રહેશે. આ માટે ખેડૂતમિત્રો કે જેઓને ખેતી પાકોમાં નુકશાન થયેલ છે, તેવા ખેડુતોએ ગામનાં આગેવાનો અને સરપંચને પણ અગાઉથી જાણ કરી રાખવી, જેથી કરી સર્વે ટીમ જ્યારે સર્વે માટે જે તે ગામમાં આવે ત્યારે નુક્શાનગ્રસ્ત ખેડુતો સર્વે દરમિયાન બાકાત રહી જવા ન પામે અને સર્વેની કામગીરી સુચારૂ રીતે હાથ ધરી શકાય તે માટે તમામ ખેડુતોને ખેતીવાડી વિભાગે જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here