કોરોનાનું સંક્રમણ માંડ ઘટયું ત્યાં વાહકજન્ય બિમારીએ માથું ઉંચક્યું મેલેરિયાની સાથે ડેન્ગ્યુના છુટાછવાયા કેસ પ્રકાશમાં આવ્યા વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

હરેશ પવાર
કોરોનાનું સંક્રમણ ઘટવાને કારણે સમગ્ર રાજ્ય અને દેશની સાથે સિહોર અને પંથકમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા નહિવત જોવા મળે છે ત્યારે સતત વાદળછાયું વાતાવરણ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સિહોર શહેર અને જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવવા લાગ્યા છે હોસ્પિટલોમાં વાહકજન્ય બિમારીના દર્દીઓ વધ્યા છે ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં જે રીતે ચિંતાજનકરીતે વધી રહ્યો છે તેને પગલે આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયાલક્ષી સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટયું છે જેના પગલે કોરોનાના કેસ પણ હવે એકલ-દોકલ માંડ આવી રહ્યા છે.

ત્યારે આગામી ઓગસ્ટ માસના મધ્યથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની છે જેથી સમગ્ર વહિવટી તંત્ર આ ત્રીજી લહેરને ઉગતી ડામવા અને દર્દીઓને યોગ્ય-ઝડપી સારવાર મળી રહે તેની તૈયારીઓમાં લાગ્યું છે ચોખ્ખા પાણીમાં થતાં મચ્છરોથી ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે ત્યારે ઘર આગળ કે કામ કરવાના સ્થળની આસપાસ પાણી ભરાઇ ન રહે તેની ચોક્કસાઇ રાખવી ખુબ જ જરૃરી બની ગઇ છે. આ વચ્ચે હજુ ચોમાસાની શરૃઆત છે તેવી સ્થિતિમાં ડેન્ગ્યુના છુટા છવાયા કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે લોકોએ પણ ખાસ કાળજી લેવી પડશે રહિશોએ પણ પોતાના ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાઇ ન રહે તેની કાળજ લેવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here