પ્રવેશપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 30/09/2021 સુધી રહેશે


દેવરાજ બુધેલિયા
રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા માંગતી સંસ્થાઓએ નિયમો અને પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ: dsosportsbvr.blogspot.com પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા રમત ગમત અધિકારી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-2, ભાવનગર શહેર ખાતે પહોચતું કરવાનું રહેશે.

આ તારીખ બાદ કોઈપણની એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. નવરાત્રી પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના કલાકારોની વયમર્યાદા 14થી 35 વર્ષની રહેશે અને નવરાત્રી રાસ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના કલાકારોની વયમર્યાદા 14થી 40 વર્ષની રહેશે. ત્રણેય વિભાગમાં પ્રથમ આવનાર ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાનું આયોજન ભાવનગર શહેરકક્ષાની આગામી 04 ઓક્ટોબર 2021 અને ભાવનગર ગ્રામ્યકક્ષાની 05 ઓક્ટોબર 2021ના રોજ બપોરે ૦3:૦૦ કલાકે સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, હલુરિયા ચોક પાસે, ભાવનગર ખાતે આયોજન થનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here