આવતીકાલે ૨૬ જાન્યુઆરીના રોજ સીદસરથી રેલીનું આયોજન, સિહોર તાલુકાના ગામડાઓમાં રેલીની તૈયારીઓનો શરૂ, દિલ્હી આંદોલનના પડઘાં ગામડાઓ સુધી
બ્રેકીંગ ન્યુઝ..રાત્રીના ૮ ૦૦ વાગે
છેલ્લા 50 થી વધુ દિવસોથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર આંદોલન ધમધમી રહ્યુ છે. ખેડૂતો કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે. એટલું જ નહીં આવતીકાલે ૨૬ મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો કિસાન પરેડ યોજવા મક્કમ છે ત્યારે ભાવનગરમાં પણ ટ્રેકટર રેલીનું આયોજન થયું છે જે રેલીમાં સિહોર તાલુકાના ખેડૂતો પણ જોડાવવાના છે.
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ગુજરાતના ખેડૂતો ય દિલ્હીમાં ચાલી રહેલાં આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એટલુ જ નહીં, ગુજરાતના ખેડૂતો દિલ્હી બોર્ડર જઇ આંદોલનમાં સામેલ પણ થયાં છે ત્યારે ત્યારે આવતીકાલે ભાવનગર શહેરમાં પણ રેલી યોજાવવાની છે આજુબાજુ ગામના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે ત્યારે સિહોર તાલુકા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાઈ તેવી શકયતા છે.
હાલ કાર્યક્રમની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એક પ્રાથમિક જાણકારી એવી પણ મળી રહી છે કે સિહોરના ટાણા ગામે રેલીનું આયોજન થનાર હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતો આ બીલના વિરોધમાં ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવેલ છે