પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મુકી, દિવસભર ડોર ટુ ડોર પ્રચારનો દોર શરૂ રહ્યો


સલીમ બરફવાળા
સિહોર તાલુકા પંચાયત સહિત જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ આજની રાત કતલની રાત સાબિત થશે છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ નાણાંની કોથળીઓ ખુલ્લી મુકી દીધી છે. સમાજના આગેવાનો તેમજ પ્રતિષ્ઠીત વ્યક્તિઓ સાથે બેઠકો કરી રૃપિયાની લેવડદેવડ ચાલુ થઈ ગઈ છે જોકે મતદારો આવતીકાલે તા.૨૮મીએ કોનું બટન દબાવે છે તે જોવું રહયું ગઈકાલે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત પ્રચારના પડઘમ શાંત થઈ બાદ આજે ડોર ટુ ડોર પ્રચારનો દોર શરૂ રહ્યો હતો આજની રાત ઉમેદવારો માટે મહત્વના બની રહેવાની છે.

ખાસ કરીને ઉમેદવારો છેલ્લી ઘડીના ખેલ ખેલી નાંખશે. કોઈપણ ભોગે મતદારોને પોતાના તરફી મતદાન કરાવવા માટે ઉમેદવારો રૃપિયા ખર્ચવામાં પાછુ વળીને જોવાના નથી. હાલમાં જ ગામોમાં સમાજના આગેવાનો તેમજ પ્રતિષ્ઠીત વ્યક્તિઓ સાથે બેઠક કરીને આર્થિક સહાયની ઓફર આપવામાં આવી રહી છે. તો ગામોમાં કાર્યરત યુવા સંગઠનોને લલચાવવા માટે પ્રવાસની ઓફરો પણ કરવામાં આવી છે. ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ગમે તેટલા પ્રલોભનો આપે પરંતુ મતદાનના દિવસે કોને મત આપવો છે તે તો મતદાર પોતાની રીતે જ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here