21 જુને વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરાશે – યોગ દિવસની ઉજવણીના આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી 

હરીશ પવાર
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સિહોર શહેર અને જિલ્લામાં આગામી તા. ર૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. શહેર અને જિલ્લાની ઉજવણી અલગ અલગ સ્થળે ગોઠવવામાં આવી છે. આ માટે તૈયારીઓ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. ર૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર મહાપાલિકા કક્ષા, ભાવનગર જિલ્લા કક્ષા તેમજ ભાવનગર તાલુકા કક્ષા યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ભાવનગર મહાપાલિકા શહેર કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ જિલ્લા કક્ષાની ઉજવણી સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શહેરના વિવિધ એન.જી.ઓ., સામાજીક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો તેમજ અલગ અલગ ક્ષેત્રના આગેવાનો જોડાશે. બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી જોડાયા હતા તેમજ વિશ્વ યોગ દિવસની તૈયારી અંગે વિવિધ જિલ્લાના કલેક્ટરઓ અને મહાપાલિકાના કમિશનરઓ પાસેથી માહિતી મેળવી હતી. ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં છેવાડાનો માનવી જોડાય તેવા પ્રયત્નો કરવા ભાર મુકયો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ જોડાયા હતાં. યોગ દિવસ આડે ગણીતરીના દિવસો રહ્યા હોય તડામાર તૈયારીઓ શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here