ઘઉંનું ૩૦૦% વાવેતર.

ચાલુ વર્ષે રવિપાકમાં ૨૦,૦૦૦ થી વધુ હેકટરમાં ઘઉંનું વાવેતર સિહોર અને જીલ્લામાં થયું છે, ગત વર્ષે રવિપાકમાં ૫૦૦૦ હેકટરમાં થયું હતું ઘઉંનું વાવેતર.

તળમાં પાણીને લઇ પિયત ના ઘઉં ખેતરોમાં લહેરાય રહ્યા છે, ખેડૂતોને સારા પાક અને સારા ભાવની આશા.

સલીમ બરફવાળા
ગત ચોમાસામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ અને બાદમાં કમોસમી વરસાદે ખેતીપાક ને ભારે નુકશાન કર્યું હતું. પરંતુ અતિ વરસાદ રવી પાક માટે ફાયદારૂપ બની રહ્યો છે. ગત વર્ષોમાં સિહોર સાથે ભાવનગર જીલ્લામાં રવી પાકમાં ઘઉંનું વાવેતર ૫૦૦૦ હેક્ટર આસપાસ થતું હતું જે આ વર્ષે વધીને ૨૦૦૦૦ હેક્ટરની પણ વધુમાં કરવામાં આવ્યું છે.સિંચાઈની વિવિધ સવલતોને કારણે ઘઉંનું મબલક ઉત્પાદન ખેડૂતોને વધુ આર્થિક સમૃદ્ધ બનાવશે.

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીપાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. પરંતુ કુદરત ખીજાય ને પણ રીજાયો હોય તેમ આ વર્ષે સારા વરસાદને લઇ જમીનોમાં પાણીનો સારો સંગ્રહ થયો છે અને તળ ઉચા આવ્યા છે જેથી ખેડૂતો રવિપાક માં વિવિધ પાકોનું વાવેતર કરી રહ્યા છે. ખાસ સિહોર સાથે ભાવનગર તાલુકા અને જીલ્લામાં આ વર્ષે ઘઉંનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે રવિ પાકમાં ખેડૂતો ૫૦૦૦ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરતા હોય છે.

જે આ વર્ષે ૩૦૦% વધી અને ૨૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ઉપરાંત સિંચાઈની પુરતી સુવિધાને કારણે સારી ક્વોલીટી ના પીયતના ઘઉં ખેતરોમાં લહેરાય રહ્યા છે. જેથી ચોમાસામાં અપૂરતું ઉત્પાદનની ખોટ આ વર્ષે ઘઉં સહિતના વિવિધ વાવેતર થકી ખેડૂતો ભરપાઈ કરી વધુ આર્થિક સમૃદ્ધ બનશે. લીલાછમ ખેતરો કુદરતી મહેરની સાક્ષી પૂરી રહ્યા છે જયારે ખેડૂતોની સખત મહેનત રવિ પાકમાં રંગ લાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here