આવતીકાલે ૨૨મીએ સિહોર તાલુકાના ભૂતિયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હરિશ પવાર
સિહોર તાલુકાના ભુતિયા, ઝજિયા, પીપરડી, સરકડીયા (સોન), પાડાપાણ, ગઢુલા, સાંઢીડા, સરવેડી ગામની જાહેર જનતા માટે સરકારનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી-સિહોરના અધ્યક્ષ સ્થાને તા.૨૨-૧૦ના રોજ સવારે ૯ કલાકે ભૂતિયા ગામે કે.વ.શાળાના કમ્પાઉન્ડમાં યોજાશે.જેમાં આવક, જાતિ, ક્રીમિલેયર, ડોમીસાઈલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગત અરજી, આધારકાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, માં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈસ્યુ, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ,

વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીનમાપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ, સરકારની ઉજાલા યોજના હેઠળ બલ્બ વિતરણની કામગીરી, વીજ કનેક્શનને લગતી અરજીઓ, ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન આપવાની કામગીરી, આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ અને મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણનો સમાવેશ થાય છે. અરજીઓ તેજ દિવસે સવારના ૯ થી ૨ કલાક દરમ્યાન આધાર પુરાવા સાથે રૂબરૂ રજૂ કરવાની રહેશે. તો આ કાર્યક્રમમાં ઉક્ત ગામના લોકોને રજૂઆત માટે હાજર રહેવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here