સિહોર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી કહ્યું.. બિહારના શ્રમિકો માટે તાકીદે ટ્રેનની વ્યવસ્થાઓ કરો અન્યથા આંદોલનનો માર્ગ

બ્રિજેશ ગૌસ્વામી

લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો અને અને કેટલીક છૂટછાટ સાથે ચોથો તબબકો શરૂ થયો છતાં પરપ્રાંતિયોને પોતાના વતન જવા વ્યવસ્થાઓ બરાબરની ખોરંભે ચડી છે બીજી બાજુ શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ છે. તેમાંથી ઘણા પાસે ન તો પૈસા છે કે ન તો ખાવાનો ખોરાક અને હવે લોકડાઉન ક્યાં સુધી ચાલુ રહેશે તેનો પણ કોઈ અંદાજ નથી. જેને કારણે શ્રમિકો હવે પોતાની ધીરજ ગુમાવી બેઠાં છે. બીજી બાજુ સરકારની પણ નિષ્ફળતા છતી થાય છે. સરકારે શ્રમિકોની સદંતર અવગણના જ કરી છે તેવા આક્ષેપો થાય છે.

મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા બાદ જ સરકારે ટ્રેન અને બસોની સેવા કરી રહી છે. તે પણ જોઈએ તેટલાં પ્રમાણમાં નથી. લાખોની સંખ્યામાં વતન જવા માગતા મજૂરો માટે સરકારની વ્યવસ્થા ખોરંભે ચઢી છે ત્યારે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં વસતા બિહાર રાજ્યના શ્રમિકોએ છેલ્લા કેટલાક દિવસોથી રકમ ભરી ટિકિટો લઈ લીધી હોવા છતાં ટ્રેનો વારંવાર રદ થતા શ્રમિકોની હાલત કફોડી બની છે શ્રમિકોના ધંધા રોજગાર મજૂરીઓ બંધ થઈ ગઈ છે ખાવા ધાન રહ્યું નથી પરિવારને બે ટંકના ખાવાના ફાંફાઓ છે.

ત્યારે બિહારની વારંવાર ટ્રેન રદ થવાના કારણે આજે સિહોર કોંગસનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, જયદીપસિંહ ગેલોર્ડ, કિરણભાઈ ઘેલડા સહિત કોંગી આગેવાનો તંત્ર વિભાગના અધિકારીઓને રૂબરૂ મળી બિહારના શ્રમિકો વતી રજુઆત કરી હતી અને તાકીદે ટ્રેન વ્યવસ્થા કરવાની માંગ કરી સાથે અન્યથા આંદોલન કરવાની પણ ચીમકી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here