શ્રમિકો બિચારા ઘણા દિવસો પરેશાન થયા, આજે અંત આવ્યો, સિહોરથી ભાવનગર સ્ટેશન જવા ૪૨ બસો ઉપડી, ભાવનગરથી ટ્રેન મારફત શ્રમિકો બિહાર જવા રવાના

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં વસતા પરપ્રાંતિય અને શ્રમિકોને પોતાના રાજ્યમાં જવા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં બહારના રાજ્યોના હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો વસે છે લોકડાઉન બાદ ફેકટરીઓ મિલો બંધ થવાના કારણે અહીં વસતા હજારો લોકોની હાલત કફોડી બની છે શ્રમિકો અને ગરીબો પાસે ખાવા ધાન અને પૈસા બધું ખૂટયું છે બે ટંક ખાલી પેટને ભરવું મુશ્કેલ બન્યું છે અને જે તસવીરો સામે આવતી રહે છે તે આંખમાં આંસુ લાવીને રાખી દે છે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં વસતા પરપ્રાંતિય અને શ્રમિકોની સ્થિતિ આવિ જ કંઈક ગંભીર બની છે જેથી અસંખ્ય લોકોએ પોતાના વાટ પકડી લીધી છે.

જેથી જીઆઇડીસી વિસ્તાર સુમ-સામ ભાસી રહ્યો છે જીઆઇડીસી વિસ્તારમાં વસતા ૧૫૦૦ થી વધુ બિહારીઓએ વતન જવાની ટિકિટો કેટલાક દિવસો પહેલા ખરીદી લીધી હોવા છતાં ટ્રેન વારંવાર રદ થવાના કારણે શ્રમિકોની હાલત કફોડી બની હતી બે દિવસ પહેલા શ્રમિકોનુ એક ટોળું સિહોર મામલતદાર કચેરી ખાતે રોષ સાથે દોડી આવ્યું હતું જોકે અધિકારી મામલતદારશ્રી દ્વારા મામલાને સમજાવટથી થાળે પાડ્યો હતો બીજી બાજુ જિલ્લા કોંગ્રેસ અને સિહોર કોંગ્રેસ દ્વારા પરપ્રાંતિય શ્રમિક બિહારીઓને પોતાના વતન મોકલવા અને વ્યવસ્થા કરવા તંત્રને તાકીદ સાથે રજુઆત કરી હતી અને સાથે તંત્રની મહેનત પણ રંગ લાવી છે.

આજે બપોરના સમયે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં વસતા ૧૫૦૦ થી વધુ શ્રમિકો બિહાર જવા રવાના થયા છે સિહોર મામલતદાર કચેરી ખાતેથી ૪૨ બસો મારફત ભાવનગર રેલવે સ્ટેશન સુધી તમામ શ્રમિકોને પોહચાડી ત્યાંથી ટ્રેન મારફત બિહાર જવા રવાના થયા છે અને તંત્ર દ્વારા તમામને પાણી અને નાસ્તાઓની વ્યવસ્થાઓ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here