જિલ્લા કોંગ્રેસના પ્રવીણ રાઠોડ અને નાનુ ડાખરા દ્વારા તંત્રને રજૂઆત: કહ્યું શ્રમિકો હેરાન થાય છે તાકીદે ટ્રેન વ્યવસ્થાઓ કરો

દેવરાજ બુધેલીયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારે કોરોના વાયરસને કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ પ્રદેશ કે રાષ્ટ્ર નથી તેવું જ માનવીના પેટની ભુખને પણ કોઈ ધર્મ, જાતિ પ્રદેશ નથી. આવી મહામારી વચ્ચે દેશના શ્રમજીવી પરિવાર મજુરો આખરે મહામુશ્કેલીમાં મુકાયા છે તે નરી વાસ્તવિકતા છે પૈસા આપી ટિકિટો ખરીદી લીધા પછી પણ માણસ પોતાના માદરે વતન જવા માટે આશ લગાવી બેઠેલા ગરીબ મજુર પરિવારો પોતાના વતન કયારે પહોંચશે? તે એક યક્ષ પ્રશ્ન બની જવા પામ્યો છે. ત્યારે બિહાર પોતાના વતન જવા માટે ટળવતા શ્રમિક પરિવારો માટે સિહોરથી સ્પે ટ્રેન મુકવા કોંગ્રેસ મેદાને પડ્યું છે.

કાળમુખો કોરોના માણસને ભરખવા આવ્યો, ઘણાઓને ભરખી પણ ગયો. કોરોના ના ભરખી શક્યો એવા ગરીબ શ્રમિકોને પગપાળા વતન જવામાં અકસ્માત, ભૂખ-તરસ કે અસહ્ય તાપ ભરખવા લાગ્યો છે. શ્રમિકો વતન જવા મજબૂરી વશ પગપાળા કે માલવાહક વાહનોમાં જવા પણ તૈયાર થયા છે. આંખોમાં આંસુ આવી જાય એવા દ્રશ્યો સામે આવતા રહે છે. છતાં આવા કપરા સમયમાં રાજકીય પરિબળ ધર્મવાદના લોકોને ધૃણા ભરવાના ગોરખધંધા બંધ નથી કરતા. આમ છતાં ઘણા રાજકારણીઓ માનવતાનો ઉપદેશ આપતા રહે છે, જે ઘનઘોર અંધારામાં પણ પ્રકાશની હાજરી બતાવે છે લોકડાઉન પછી પરપ્રાંતિય અને શ્રમિકો માટે જે રાજકારણ અને દાવપેચ થયા તે ખૂબ નિંદનીય છે.

સિહોર જીઆઇડીસી વિસ્તારમાં ખૂબ બધા પરપ્રાંતિય અને શ્રમિક મજૂરો કામ અને મહેનત મજૂરી કરી પેટનો ખાડો પૂરે છે લોકડાઉન પછી મોટાભાગના પરપ્રાંતિય લોકો અને શ્રમિકો વતન જવા રવાના થયા છે તો કેટલાકે ટિકિટો લઈ લીધી છે છતાં વ્યવસ્થાઓ થઈ નથી તેની હાલત કફોડી બની છે બિહારના શ્રમિકો માટે આજ વ્યવસ્થાઓ નહિ થતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ રાઠોડ અને નાનુ ડાખરા દ્વારા તંત્રને રજૂઆત કરી તાકીદે બિહારની ટ્રેન ફાળવવા રજૂઆત કરીને માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here