કોરોના મહામારી વચ્ચે ગઈકાલે રવિવારે રજાના દિવસે અનેક આગેવાનોએ ગામડે ગામડે જઇ સ્થાનિક લોકો સાથે બેઠકો કરી


શંખનાદ કાર્યાલય
રાજ્યમાં જે રીતે કોરોનાનો પગપેસારો થયો છે તેને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ગાઇડલાઇન લાગુ કરવામાં આવી છે. પરંતુ લાગી રહ્યું છે કે આગેવાનો નેતાઓ માટે આ ગાઇડલાઇનનુ કોઇ મહત્વ નથી. સરાજાહેરમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જ ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવી રહ્યાં છે. ત્યારે સિહોર ભાજપના જ કેટલાક આગેવાનો ગઈકાલે ગામડે ગામડે જઈ બેઠકો લીધી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે એક તરફ જાહેર મેળાવડા તેમજ સામાજિક-ધાર્મિક કાર્યક્રમોમાં સિમિત લોકોને આમંત્રિત કરવાનો નિયમ છે.

સરકારી ગાઇડલાઇન ફક્ત સામાન્ય લોકો માટે જ છે હજુ ગઈકાલે બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી કરતા ભારે ટીકા થઈ રહી છે. આવી કોરોનાની મહામારીમાં અને હાલના તબક્કે પરિસ્થિતિ વધુ નાજુક છે એક બાજુ સરકાર આમ જનતા ઉપર કાયદાનો દંડો ઉગામી રહી છે અને નવા નવાં નિયમોનું પાલન કરવાના આદેશો આપી રહી છે ત્યારે મિટિંગો અને બેઠકો જેવા કાર્યક્રમો રાખવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here