સિહોરમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
એક રાષ્ટ્ર મેં દો નિશાન, દો વિધાન, દો સંવિધાન નહિ ચલેગે નહિ ચલેગે સૂત્રના પ્રણેતા એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના પુણ્યતિથિ કે જેને બલિદાન દિવસ તરીકે ઉજવાય છે. જમ્મુમાં લાગુ પડેલ પરમીટ પ્રથાને નાબૂદ કરવા માટે ડો.મુખર્જી એ આકરી લડત આપી હતી.

જેમાં જમ્મુ ને આઝાદ કરવા તેમને પોતાનું બલિદાન પણ દેશ માટે આજના દિવસે આપી દીધું હતું. તેમને ન્યાય માટે થઈને પોતાનું બલિદાન આપી દીધું હતું. જે બલિદાન દિવસની ઉજવણીના ભાગ રૂપે સિહોર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.

જેમાં સિહોર અને જિલ્લા ભાજપ દ્વારા સિહોરના ડેલા નજીક આવેલ ડો.શ્યામાપ્રસાદજીના પૂતળાને ફૂલોથી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો સાથે ગરીબોને અનાજ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ મંત્રી રઘુભાઈ હૂંબલની વિશેષ ઉપસ્થિતીમાં સિહોરના સુરકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના જીવન ચરિત્ર નું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપના વિવિધ પાંખોના હોદેદારો અત્રે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here