સિહોરમાં ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું : જિલ્લા પ્રમુખે કહ્યું, ભાજપના કાર્યકર્તાઓને જીતવાની આદત પડી છે

હરિશ પવાર
ગઇકાલે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સક્રિય કાર્યકર્તાઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અહીં જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો સક્રિય કાર્યકર્તા છે. કાર્યકર્તાઓનો વટ પાડવા વાળી સરકાર છે. કાર્યકર્તા પણ સરકાર માટે જરૂરી છે.

કાર્યકર્તા સાથે પ્રજાજન હોય એ કાર્યકર્તાનો વટ પાડવો સરકારની જવાબદારી છે. સૌનો વિશ્વાસ જીતવાનો અને આગળ વધવાનું છે. સરકાર ખેડૂતો, ગરીબ, ગામડા, શહેરીજનો અને સૌની કાળજી લેવાવાળી છે. દરેક સમાજને સાથે લઈ આગળ વધવું છે. હર હંમેશ સક્રીયતાથી કામ કરે છે. ચૂંટણી ગમે ત્યારે આવે તૈયાર છે. આજે સૌને જવાબદારી મળી એ નિભાવવાની છે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓને જીતવાની આદત પડી ગઈ છે.

આવતી ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ પડશે. મતદારો નરેન્દ્રભાઈ મોદીને જોઈને આપે છે સાથે ભુપેન્દ્રભાઇની સરકારને 200 દિવસ પુરા થયા સરકારને થયા છે ત્યારે વિકાસની વણથંભી વણઝાર અવિરત શરૂ છે અહીં જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાલિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, ડો ભરતભાઈ કાનાબાર, રેખાબેન ડુંગરાણી, કેશુભાઈ નાકરાણી,

આત્મારામભાઈ પરમાર, ભીખાભાઈ બારૈયા, ભરતસિંહ ગોહિલ, પેથાભાઈ આહીર, સી.પી.સરવૈયા, ભુપતભાઈ બારૈયા, કેતનબાપુ કાત્રોડિયા, હરેશભાઈ વાઘ, ચીંથરદાદા પરમાર, હર્ષદભાઈ દવે, હરદેવસિંહ વાળા, અભયસિંહ ચાવડા સહીત પ્રદેશ હોદ્દેદારો, જીલ્લા હોદેદારો, મંડલ હોદ્દેદારો, વિવિધ સેલ મોર્ચાના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં “સક્રિય કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here