સિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા અને માલઢોરને ઘાસચારો અપાયો

દેવરાજ બુધેલીયા
આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસની સાથે મહાવીર જયંતીની ઉજવણી કરી છે..૬ એપ્રિલ ૧૯૮૦ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મુંબઈમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરવામાં આવી હતી. આજ રોજ સોમવાર, ૬ એપ્રિલે ભાજપની સ્થાપનાનાં ૪૦ વર્ષ પૂર્ણ થાય છે. અને ૪૧ માં વર્ષમાં પ્રવેશ થયો છે.

ત્યારે સમગ્ર દેશભરની સાથે સિહોરમાં પણ ઉજવણી થઈ છે આજે ભાજપના સ્થાપના દિવસે તેમજ મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે સિહોર ભાજપ દ્વારા શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં ગરીબોને લાડવા તેમજ માલઢોરને ઘાસચારો આપીને સ્થાપના દિવસ તેમજ મહાવીર જયંતીની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શહેર ભાજપના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here