શહેર ભાજપ શંકરમલ કોકરા અને મહામંત્રી હિતેશ મલુકા, આશિષ પરમાર અને ટિમ દ્વારા કેબિનેટ નિર્ણયને આવકાર

શંખનાદ કાર્યાલય
મધ્યમ વર્ગના APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. આના પરિણામે મધ્યમ વર્ગના પરિવારોને આ નિર્ણયને પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોક ડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ મળશે. મુખ્યમંત્રીએ આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ નિર્ણયને સિહોર ભાજપે પ્રમુખ શંકરમલ કોકરા અને મહામંત્રી હિતેશ મલુકા આશિષ પરમાર અને સમગ્ર ટીમે આવકર્યો છે.

APL-1 કાર્ડધારકોને 10 કિલો ઘઉં સહિતનું અનાજ વિતરણ થશે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ 60 લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. રાજ્યમાં અંત્યોદય અને PHH એવા 66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.

ત્યાર બાદ 3.40 લાખથી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના કેબિનેટ નિર્ણયને સિહોર ભાજપ દ્વારા આવકાર આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here