આવતીકાલે પંડિત દિનદયાલજીનો જન્મ દિવસ – સિહોર ભાજપ દ્વારા પુષ્પાંજલિ સહિત કાર્યક્રમો

હરેશ પવાર
ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક અને પક્ષને વિચારો અને સંસ્કારોની મજબૂત ધરોહર પ્રદાન કરનાર પંડિત દિનદયાલજીનો આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે ત્યારે સિહોર ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે તેમજ ઈલાબેન જાનીના ઘરે દીપશંગભાઈ રાઠોડ તેમજ અનિલ ગોહિલ દ્વારા દિનદયાલજીના જીવનગાથા અને સંસ્કારોથી કાર્યકર્તાને માર્ગદર્શન આપીને સંબોધન કરશે પંડિતજીના જીવન સ્મરણો, સંઘર્ષ ગાથા, તેમનું ચિંતન, આચરણ અને તત્ત્વ જ્ઞાન વિશે માર્ગદર્શન કરશે.

આજે પણ ભારતીય જનતા પાર્ટી પંડિતજીના આદર્શો, સિદ્ધાંતો, ચિંતન અને માર્ગદર્શનને સર્વોપરી માની તેમના બતાવ્યા માર્ગ પર ચાલી રહી છે ત્યારે આવતીકાલ ૨૫ મી સપ્ટેમ્બર એમના જન્મદિવસ નિમિતે કાર્યકર્તાઓ તેમની ધરોહરથી સંસ્કાર પ્રાપ્ત કરે, નાનકડા બીજ માંથી વટવૃક્ષ બનેલ ભારતીય જનતા પાર્ટીના પાયા માં તેઓના સંઘર્ષની ગાથા, તેઓનુ યોગદાન અને તેમના નિર્માણ કરેલા રસ્તાઓ, સંસ્કારો પર ચાલવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા મળે તે માટે કાર્યક્રમોનું આયોજન કરાયું છે દરેક કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here